શુદ્ધ હવા શ્વાસમાં ભરવા પહોંચી જાવ દુનિયાના આ દેશમાં, પોલ્યુશનનું નામોનિશાન નથી

આ દેશમાં સ્વચ્છ હવા હોવા પાછળનું કારણ આ દેશની સાફ-સફાઈ, તથા ગાડીઓની યોગ્ય કન્ડિશન છે. આ સાથે જ પોલ્યુશન ફેલાવનારી ફેક્ટ્રીઝ અને ઈન્ડસ્ટ્રીઝ પણ આ શહેરથી દૂર રાખવામાં આવી છે. 

Updated: Nov 22, 2018, 04:02 PM IST
 શુદ્ધ હવા શ્વાસમાં ભરવા પહોંચી જાવ દુનિયાના આ દેશમાં, પોલ્યુશનનું નામોનિશાન નથી

નવી દિલ્હી : હાલ ભારતમાં સ્વચ્છ હવાની વાત આવે ત્યારે સૌથી પહેલા દિલ્હીનું નામ ચર્ચાય. હાલ રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા એટલી ખરાબ છે કે, લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. અહીં પ્રદૂષણ એટલું છે કે, લોકોને માસ્ક પહેરીને નીકળવું પડી રહ્યું છે. વાયુ પ્રદૂષની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયામાં સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોમાંથી 10 તો ભારતમાં જ છે. આવી ખરાબ હવાને કારણે અનેક લોકોને અસ્થમા, સીઓપીડી (ક્રોનિક ઓબ્સ્ટ્રકિટિવ પલ્મોનરી ડિસીસ), ફેફસાનુ કેન્સર અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. દિવસેને દિવસે વધી રહેલા એર પોલ્યુશનને જોતા એવું લાગી રહ્યું છે કે, દુનિયામાં એવો કોઈ દેશ જ નહિ હોય, જ્યાં પ્રદૂષણ નહિ હોય. પણ તમારી આ ધારણા ખોટી છે. દુનિયામા એક એવો દેશ પણ છે, જેની હવા એકદમ શુદ્ધ છે. 

આ દેશનું નામ છે ફિનલેન્ડ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા આ દેશને દુનિયાની સૌથી શુદ્ધ હવા ધરાવતો દેશ બતાવ્યો છે. આ દેશ સ્વચ્છ હવાવાળો દેશ સાબિત થયો છે. પૃથ્વી પર આનાથી વધુ પ્યોર હવાવાળો દેશ બીજો કોઈ જ નથી. આ દેશ યુરોપ ખંડમાં આવેલો છે. 

આ દેશમાં સ્વચ્છ હવા હોવા પાછળનું કારણ આ દેશની સાફ-સફાઈ, તથા ગાડીઓની યોગ્ય કન્ડિશન છે. આ સાથે જ પોલ્યુશન ફેલાવનારી ફેક્ટ્રીઝ અને ઈન્ડસ્ટ્રીઝ પણ આ શહેરથી દૂર રાખવામાં આવી છે. 

WHOના જણાવ્યા અનુસાર, અહીં પ્રતિ ક્યુબિક મીટરમાં લગભગ 6 માઈક્રોગ્રામ્સ બારિક કણ મળી આવે છે, જે દુનિયાભરમાં નોંધાયેલા પ્રદૂષણના કણોમાંથી સૌથી ઓછા છે. તેના બાદ સ્વીડન, કેનેડા, નોર્વે અને આઈસલેન્ડ જેવા શહેરનો નંબર આવે છે, જ્યાં એર પોલ્યુશન ઓછું છે. ફિનલેન્ડમાં સૌથી પ્યોર હવા મુઓનિયોની છે. જ્યાં પીએમ 2.5 (PM2.5)ના માત્ર 2 માઈક્રોગ્રામ્સ કણ મળી આવ્યા છે. જ્યારે કે દિલ્હીમાં આવેલ આનંદ વિહારનું પીએમ 339 આંકવામાં આવ્યું છે.  

આમ, જો હવે તમને વેકેશનમાં ક્યાંય ફરવા જવાની ઈચ્છા થાય તો તમે ફિનલેન્ડના પ્રવાસનું પ્લાનિંગ કરી શકો છો. ભલે થોડા દિવસો માટે ય કેમ ન હોય, પણ તમને ચોખ્ખી હવામાં શ્વાસ લેવા મળશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Here’s some spring sunshine for your Sunday. Photo by @henrifromhelsinki #VisitFinland #OurFinland @myhelsinki

A post shared by VisitFinland (@ourfinland) on