આર્જેન્ટીનામાં સ્પેસ સ્ટેશન બનાવીને ચીને અમેરિકાનું નાક દબાવ્યું

આર્જેન્ટિનાના રણમાં વિશાળકાય એન્ટેના અને ચમકતો ટાવર એટલે ચીને સ્થાપેલ સ્પેસ મિશન કંટ્રોલ સ્ટેશન

આર્જેન્ટીનામાં સ્પેસ સ્ટેશન બનાવીને ચીને અમેરિકાનું નાક દબાવ્યું

ક્વિંટુકો : આર્જેન્ટીનાના રણમાં વિશાળકાય એન્ટેના અને ચમકતો ટાવર, ખુલ્લા આકાશમાં 450 ટન વજનનું આ ડિવાઇસ વિદેશી ધરતી પર ચીનની વાહવાહી કરી રહ્યું છે. આ ચીનના લશ્કર દ્વારા બનાવાયેલ સ્પેસ કંટ્રોલ સ્ટેશન છે. દક્ષિણ અમેરિકામાં બનેલું આ સેન્ટર ચીની સેટેલાઇટનું મુખ્ય કેન્દ્ર છે. બીજિંગને દેશની બહાર લેટિન અમેરિકામાં પ્રભાવ વધારવાનાં સંકેત આપે છે. આ સ્ટેશન સ્પષ્ટ રીતે ક્ષેત્રમાં અમેરિકાની રાજનીતિક, આર્થિક અને સામરિક શક્તિને પડકારે છે. 

આ સ્ટેશને માર્ચમાં કામ ચાલુ કર્યું અને ચીનના સ્પેસ મિશનમાં મહત્વની ભુમિકા નિભાવી રહ્યું છે. આર્જેન્ટીનાના અધિકારીઓનું કહેવું છે કે તેઓ આ અભિયાનમાં સહયોગ કરવા માટે ઉત્સુક છે. જો કે જે ગુપ્તતા સાથે આ બેઝના મુદ્દે સમજુતી થઇ છે, તેના પરથી શંકા નિપજે છે. ન્યૂયોર્ક ટાઇમ્સનાં અહેવાલમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ ડીલ એવા સમયે થઇ છે જ્યારે આર્જેન્ટીનાને રોકાણની ખુબ જરૂર છે. એવામાં તે વાત મુદ્દે ચિંતા યોગ્ય છે કે  ચીનની ગુપ્ત માહિતી એકત્ર કરવાની ક્ષમતા ક્ષેત્રમાં વધી શકે છે. આર્જેન્ટીનામાં પણ આ અંગે વિવાદ છેકે દેશમાં ચીનની હાજરીથી કેવા પ્રકારનો ખતરો પેદા થઇ શકે છે. 

શું અમેરિકાથી થઇ ચુક?
યુએસ આર્મી વોર કોલેજમાં લેટિન અમેરિકા સ્ટડીઝના પ્રોફેસર આ. ઇવૈન એલિસે કહ્યું કે, ચીને અર્થતંત્ર રાજનીતિ અને એટલે સુધી કે સુરક્ષા તંત્રની દ્રષ્ટીએ પોતાનાં નેતાઓ અને વેપારીઓના એજન્ડા પર ચાલતા ક્ષેત્રના ડાઇનેમિકસમાં પરિવર્તન કર્યું છે. ગત્ત દશકોમાં અમેરિકાએ પોતાનાં આ બેકયાર્ડમાં ઘણુ ઓછું ધ્યાન આપ્યું. યુએસ તેનાં બદલે એશિયા પર વધારે ફોકસ કરી રહ્યું છે. 

ખાસ કરીને ઓબામા પોતાની રણનીતિક હેઠળ એશિયન દેશોની સાથે આર્થિક, સૈન્ય અને કુટનીતિક સંબંધોને મજબુત કર્યા. સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પે પેસિફિક દેશોની સાથે મુક્ત વ્યાપાર સમજુતી સાથે છેડો ફાડ્યો અને ગ્લોબલ ટ્રેડ વોર ચાલુ કરી દીધી. ટ્રમ્પનું કહેવું છે કે એશિયા અને વિશ્વનાં અન્ય વિસ્તારોાં સહયોગીઓની સુરક્ષા પાછળ અમેરિકાનો બોઝ વધે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news