G20 Summit: બંધ મુઠી, એકબીજાના ખભા પર હાથ, જી20 બેઠકમાં આ રીતે જોવા મળ્યા મોદી અને બાઇડેન


G20 સમિટ: વિશ્વની આર્થિક મહાસત્તાઓના નેતાઓ શનિવારે કોરોનાવાયરસ રોગચાળા પછી પ્રથમ સીધા આયોજિત સમિટ માટે ભેગા થયા હતા. G20 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રોમ પહોંચી ગયા છે.
 

G20 Summit: બંધ મુઠી, એકબીજાના ખભા પર હાથ, જી20 બેઠકમાં આ રીતે જોવા મળ્યા મોદી અને બાઇડેન

રોમઃ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી ઇટલીના પાંચ દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રોમમાં જી20 સંમેલનમાં ભાગ લેશે. શનિવારે તેઓ રોમના રોમા કન્વેન્શન સેન્ટર પહોંચ્યા જ્યાં જી20 સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. અહીં પીએમ મોદીએ અન્ય વૈશ્વિક નેતાઓ સાથે અનઔપચારિક રૂપથી મુલાકાત કરી અને કેટલીક તસવીરો ખેંચાવી હતી. આ તસવીરોમાં પીએમ મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોં દોસ્તાના અંદાજમાં જોવા મળી રહ્યા છે. 

તસવીરોમાં જોઈ શકાય છે કે બાઇડેન અને મૈક્રોં ખુબ ગર્મજોશીથી પીએમ મોદીને મળી રહ્યા છે. ફોટોમાં પીએમ મોદી અને બાઇડેન એકબીજાના ખભા પર હાથ રાખી અને મુઠી બંધ કરી જોવા મળ્યા હતા. આ તસીવોરથી ભારત, અમેરિકા અને ફ્રાન્સની મજબૂત દોસ્તીનો અંદાજ લગાવી શકાય છે. આ દરમિયાન બધા નેતાઓએ ફેમેલી ફોટોમાં પણ ભાગ લીધો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ઇટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાધી ખુદ પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.

— ANI (@ANI) October 30, 2021

વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય સત્રમાં પીએમ મોદીએ લીધો ભાગ
મોદીએ યુરોપિયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ તથા યુરોપીય પંચના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે મુલાકાત કરી અને વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય પર આયોજીત સત્રમાં ભાગ લીધો હતો. ઇટલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રૈગીએ શનિવારે 20 દેશોના સર્વોચ્ચ નેતાઓના સમૂહનું રોમના કન્વેન્શન સેન્ટરમાં સ્વાગત કર્યુ હતુ. વિશ્વની આર્થિક મહાશક્તિઓના નેતા શનિવારે કોરોના વાયરસ મહામારી બાદ પ્રથમવાર પ્રત્યક્ષ રૂપથી આયોજીત શિખર સંમેલન માટે ભેગા થયા છે. 

— ANI (@ANI) October 30, 2021

— ANI (@ANI) October 30, 2021

UN એ કહ્યુ- અફઘાનિસ્તાનની ચિંતા કરવી જોઈએ
પરિષદના કાર્યસૂચિમાં જળવાયુ પરિવર્તન, કોવિડ-19 રોગચાળો, આર્થિક પુનઃપ્રાપ્તિ અને વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ રેટ પર ચર્ચાનો સમાવેશ થાય છે. યુએનના માનવતાવાદી સહાય બાબતોના વડાએ વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓને મજબૂત સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાને ચિંતા કરવી જોઈએ કારણ કે તેની અર્થવ્યવસ્થા બરબાદ થઈ રહી છે અને અડધી વસ્તીને ખાવા માટે પૂરતું ભોજન ન મળવાનું જોખમ છે અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news