મૂછે હો તો નથ્થુલાલ જૈસી વરના ના હો...! દુનિયામાં મૂછોની પણ થાય છે સ્પર્ધા, જેમાં ભાગ લેવા આવે છે એક થી એક 'નથ્થુલાલ'

એક જૂની કહેવત છે કે હજુ તો તારો મૂછનો દોરો પણ નથી ફૂટ્યો. મૂછ એટલે મર્દાનગીનું પ્રતિક. હિન્દી ફિલ્મોમાં પણ મૂછ પર અનેક ડાયલોગ જોવા મળતા હોય છે. પરંતુ શું તમને ખબર છે દાઢી-મૂછની એક અનોખી સ્પર્ધા યોજાય છે. જ્યાં એકથી એક ચડિયાતા લોકો ભેગા થાય છે જેમની દાઢી અમને મૂછ આકર્ષણનું કેન્દ્ર બને છે.
 

મૂછે હો તો નથ્થુલાલ જૈસી વરના ના હો...! દુનિયામાં મૂછોની પણ થાય છે સ્પર્ધા, જેમાં ભાગ લેવા આવે છે એક થી એક 'નથ્થુલાલ'

નવી દિલ્હીઃ બોલીવુડના મહાનાયકે શરાબી ફિલ્મમાં મૂછો અંગે એક ડાયલોગ બોલ્યો હતો અને ત્યાર બાદ કરોડો ચાહકોમાં એ ડાયલોગ અમર થઈ ગયો. એ ડાયલોગ હતો મૂછે હો તો નથ્થુલાલ જૈસી વરના હો... એ જ રીતે એક જૂની કહેવત છે કે હજુ તો તારો મૂછનો દોરો પણ નથી ફૂટ્યો. મૂછ એટલે મર્દાનગીનું પ્રતિક. હિન્દી ફિલ્મોમાં પણ મૂછ પર અનેક ડાયલોગ જોવા મળતા હોય છે. પરંતુ દાઢી-મૂછની એક અનોખી સ્પર્ધા યોજાય છે. જ્યાં એકથી એક ચડિયાતા લોકો ભેગા થાય છે જેમની દાઢી અમને મૂછ આકર્ષનું કેન્દ્ર બને છે.

No description available.

જર્મનીમાં દાઢી-મૂછ સ્પર્ધા 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. લોકો આ સ્પર્ધાને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. જર્મની ઉપરાંત નેધરલેન્ડ, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા અને ઈઝરાયેલથી પણ લોકો આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનારા લોકો તેમની મોટી મૂછો અને દાઢી સાથે પહોંચ્યા હતા. કોની શ્રેષ્ઠ મૂછ અને દાઢી છે તે શોધવા માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો જર્મની આવે છે.
આ સ્પર્ધા દક્ષિણ-પૂર્વીય શહેર એજિંગ એમ જેમાં યોજાઈ હતી. જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ સ્પર્ધામાં 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

No description available.

ઓસ્ટ્રિયાનો નોર્બર્ટ ડોપ બન્યો આકર્ષણનું કેન્દ્ર:
ઓસ્ટ્રિયાના નોર્બર્ટ ડોપ પણ 2021 જર્મન દાઢી-મૂછ ચેમ્પિયનશિપ માટે પહોંચ્યા હતા. જેમનો ગેટઅપ સ્પર્ધામાં આવેલા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

કુદરતી દાઢી-મૂંછવાળા જ લઈ શકે ભાગ:
કુદરતી મૂછો, ટ્રીમ દાઢી-મૂછ સહિતની વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજાઈ હતી. આમા એવા લોકો વચ્ચે સ્પર્ધા હતી જે લોકો પોતાની દાઢી-મૂછમાં કોઈ પણ પ્રકારની જેલ કે અન્ય વસ્તુઓ નથી લગાવતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વ્યક્તિની દાઢી-મૂછ કુદરતી છે.

No description available.

દાઢી-મૂંછ માટે અનોખી સ્પર્ધા:
એક અહેવાલ મુજબ, જર્મનીની પૂર્વ બાવેરિયન દાઢી અને મૂછો ક્લબ આ સ્પર્ધાનું આયોજન કરે છે. તેના પ્રમુખ ક્રિશ્ચિયન ફેઇચે કહ્યું કે દાઢીની સંભાળ સૌથી મહત્વની બાબત છે. તેને ચકાસવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

No description available.

વિજેતા મૂછ ક્લબનો સભ્ય હોવો જોઈએ:
આ સ્પર્ધામાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે છે, પરંતુ ચેમ્પિયનશિપ જીતવા માટે તે વ્યક્તિ જર્મન મૂછ ક્લબનો સભ્ય હોવો જોઈએ અથવા જર્મનીનો નાગરિક હોવો ફરજિયાત છે. અન્ય વ્યક્તિઓ ખાલી સ્પર્ધામાં ભાગ લઈ શકે પરંતુ વિજેતા ના બની શકે.

જજની પેનલે નક્કી કર્યા વિજેતા:
વિજેતા નક્કી કરવા માટે સાત જજોની પેનલ બનાવવામાં આવી હતી. જે વાળ કાપવામાં અને સ્ટાઇલ કરવામાં એક્સપર્ટ હતા. આ સ્પર્ધામાં વિવિધ દેશોમાંથી લગભગ 100 લોકોએ ભાગ લીધો હતો.

(ફોટો સાભાર- તમામ ફોટો રોયટર્સમાંથી લીધેલાં છે)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news