પાકિસ્તાનની 'અસર' લંડન પહોંચી, ઇમરાન અને શરીફના સમર્થકોમાં મારપીટ
રિપોર્ટ પ્રમાણે લંડન સ્થિત નવાઝ શરીફના આવાસની બહાર તેમના સમર્થકો ભેગા થયા હતા, આ વચ્ચે ત્યાં ઇમરાન ખાનના સમર્થકો પહોંચી ગયા. ત્યારબાદ બંને જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું.
Trending Photos
લંડન/ઇસ્લામાબાદઃ ઇમરાન ખાનની વિદાય બાદ પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે લંડનમાં પૂર્વ પીએમ નવાઝ શરીફના સમર્થકો અને ઇમરાનના સમર્થકો વચ્ચે મારપીટની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે લંડનમાં નવાઝ શરીફ અને ઇમરાન ખાનના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. આ બધુ ત્યારે થયું જ્યારે નવાઝ શરીફના ઘરની બહાર તેના સમર્થકો ખુશી મનાવી રહ્યા હતા, ત્યારે ઇમરાનના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા.
હકીકતમાં પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનની અસર લંડનમાં જોવા મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે લંડન સ્થિત નવાઝ શરીફના આવાસની બહાર તેના સમર્થકો ભેગા થયા, આ વચ્ચે ખાનના સમર્થકો પણ ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી. હાલમાં સામે આવી રહ્યું છે કે ઝગડો કરી રહેલાં બંને તરફના સમર્થકોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે.
આ બધુ ત્યારે થયું જ્યારે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર ગઈ છે. આ પહેલાં હાલમાં લંડન સ્થિત નવાઝ શરીફની ઓફિસ પર હુમલો કરવાની વાત સામે આવી હતી. ત્યાં નવાઝ શરીફ પર બે વખત હુમલાનો પ્રયાસ થયો હતો. જાણવા મળ્યું છે કે આ હુમલામાં કેટલાક લોકોને ઈજા થઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે પાકિસ્તાનમાં લાંબા ગતિરોધ બાદ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારવાને કારણે ખાનની વિદાય થઈ છે. આ સાથે શાહબાઝ શરીફ હવે દેશના પ્રધાનમંત્રી બની શકે છે. અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ ખાને ટ્વીટ કર્યુ હતુ કે વિદેશી ષડયંત્ર વિરુદ્ધ ફરી આઝાદીનો સંઘર્ષ શરૂ થયો છે. તેમણે લખ્યું કે હંમેશા પાકિસ્તાનના લોકો પોતાની સંપ્રભુતા અને લોકતંત્રની રક્ષા કરે છે.
મહત્વનું છે કે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવને રોકવાના અનેક પ્રયાસો બાદ મતદાન થઈ શક્યું હતું. 342 સભ્યોની એસેમ્બલીમાં 174 સભ્યોએ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યુ હતું. સત્તામાંથી બહાર થવાની સાથે ઇમરાન ખાન વિરુદ્ધ પ્રતિબંધો લાગવાનું શરૂ થઈ ગયું છે. તે દેશ છોડીને જઈ શકશે નહીં, તો તેમની પાર્ટીના નેતાના ઘરે દરોડા પડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે