ભારત-રશિયામાં મિસાઇલ ડીલથી ધૂંધવાયુ પાક. ક્ષેત્રીય સંતુલનનો હવાલો ટાંક્યો

ભારત અને રશિયા વચ્ચે થયેલ S-400 મિસાઇલ ડિફેન્સ સમજુતીએ પાડોશી દેશ પાકિસ્તાનને ડરાવી દીધું છે અને તેણે મોસ્કોને અપીલ કરી છે. રશિયાની સાતે ભારતનાં એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર ઇસ્લામાબાદે કહ્યું કે, ભારતને હથિયાર આપનારા દેશોએ તે જોવું જોઇએ કે તેના કારણે ક્ષેત્રમાં શક્તિ સંતુલનને ખતરો ન પહોંચે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે અમેરિકી પ્રતિબંધોની ચેતવણીને નજરઅંદાજ કરીને રશિયાની સાથે આ ડીલ કરી છે. 

Updated: Oct 11, 2018, 10:57 PM IST
ભારત-રશિયામાં મિસાઇલ ડીલથી ધૂંધવાયુ પાક. ક્ષેત્રીય સંતુલનનો હવાલો ટાંક્યો

ઇસ્લામાબાદ : ભારત અને રશિયા વચ્ચે થયેલ S-400 મિસાઇલ ડિફેન્સ સમજુતીએ પાડોશી દેશ પાકિસ્તાનને ડરાવી દીધું છે અને તેણે મોસ્કોને અપીલ કરી છે. રશિયાની સાતે ભારતનાં એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર ઇસ્લામાબાદે કહ્યું કે, ભારતને હથિયાર આપનારા દેશોએ તે જોવું જોઇએ કે તેના કારણે ક્ષેત્રમાં શક્તિ સંતુલનને ખતરો ન પહોંચે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે અમેરિકી પ્રતિબંધોની ચેતવણીને નજરઅંદાજ કરીને રશિયાની સાથે આ ડીલ કરી છે. 

ડોનનાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદે નિર્ણય કર્યો છે કે જે પણ દેશ ભારતને હથિયાર આપી રહ્યા છે તેમણે તે સુનિશ્ચિત કરવું જોઇએ કે તેમનાં આ પગલાથી ક્ષેત્રમાં શક્તિ સંતુલનને ખતરો ન પહોંચે. ફૈસલે કહ્યું કે તેમનો દેશ કોઇ પણ પ્રકારનાં હથિયારોને હોડની વિરુદ્ધ છે. જો કે તેમણે સાતે જ કહ્યું કે, પાકિસ્તાન કોઇ પણ પ્રકારની ઇમરજન્સી સ્થિતીને પહોંચી વળવા માટે સંપુર્ણ તૈયાર છે. 

ઉલ્લેખનીય છે કે, ભારતે અમેરિકાની ચેતવણીને નજર અંદાજ કરીને શુક્રવારે રશિયા સાથે બહુચર્ચિત તથા બહુપ્રતીક્ષિત S-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ ફાઇલ કરી દીધી હતી. દિલ્હીનાં હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગેવાનીમાં યોજાયેલ બંન્ને દેશોની દ્વિપક્ષીય ડીલ પર મંજુરીની મહોર કરી દીધી હતી. વડાપ્રધાન મોદી અને પુતિને સંયુક્ત નિવેદનમાં આ સમજુતીની જાહેરાત કરી. આ પ્રસંગે મોદીએ શુક્રવારે ભારતની સાથે સંબંધોમા ઉષ્મા લાવવા માટે રશિયન રાષ્ટ્રપતિના ભારે વખાણ કર્યા.