લંડન ફેશન વીકમાં જોવા મળ્યો ભારતીય સંસ્કૃતિનો જલવો, વિદેશમાં થઇ દેશની પ્રશંસા

વિદેશમાં હંમેશાથી ભારતીય સંસ્કૃતિને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લંડન (London)ના સૌથી મોટા ફેશન શોમાં એવું જ કંઇક જોવા મળ્યું જ્યારે વિદેશી મોડલ્સે રેમ્પ પર ભારતીય પરિધાન સાડી પહેરીને વોક કર્યું. લંડનમાં ભારતીય હાઇ કમિશને એક કેટવોકનું આયોજન કર્યુ, જેમાં તેમણે દેશભરમાંથી લગભગ 17 અલગ-અલગ સાડીઓને લોકો સમક્ષ પ્રદર્શિત કરી.

Updated By: Feb 17, 2020, 12:57 PM IST
લંડન ફેશન વીકમાં જોવા મળ્યો ભારતીય સંસ્કૃતિનો જલવો, વિદેશમાં થઇ દેશની પ્રશંસા

નવી દિલ્હી: વિદેશમાં હંમેશાથી ભારતીય સંસ્કૃતિને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લંડન (London)ના સૌથી મોટા ફેશન શોમાં એવું જ કંઇક જોવા મળ્યું જ્યારે વિદેશી મોડલ્સે રેમ્પ પર ભારતીય પરિધાન સાડી પહેરીને વોક કર્યું. લંડનમાં ભારતીય હાઇ કમિશને એક કેટવોકનું આયોજન કર્યુ, જેમાં તેમણે દેશભરમાંથી લગભગ 17 અલગ-અલગ સાડીઓને લોકો સમક્ષ પ્રદર્શિત કરી. તેમાં ઉત્તર ભારતથી કાશ્મીર અને ફુલકારી, પશ્વિમ બંગાળથી કાંથા અને બાલૂચરી, ગુજરાતમાંથી ઘરચોળા, મહારાષ્ટ્રમાંથી પૈઠણી, તમિલનાડુમાંથી જાંઝીવરમ અને કેરળમાંથી કસાવુ સાડીઓ વગેરે સામેલ હતી. 

આ કાર્યક્રમના આયોજન બાદ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાનીનો એક વીડિયો સંદેશ સામે આવ્યો તેમાં તેમણે કહ્યું કે 'આ હજારો વણકર તમારા માટે ભારતીય વસ્ત્રોની સમૃદ્ધ વિવિધતા લઇને આવ્યા છે. સાડી એક માત્ર કપડું નથી પરંતુ વસ્ત્રોના આપણા વારસાનું મહત્વપૂર્ણ પ્રતિબિંબ સાથે જ આ ભારતીય ગૌરવનો વિષય પણ છે. આ સમારોહમાં બ્રિટનના વિદેશ મંત્રી લ્રોડ તારીક અહેમદથી માંડીને ઇઝરાઇલના રાજદૂત માર્ક રેગેવ અને બ્રિટન (Britain)માં બાંગ્લાદેશી હાઇકમિશન સુધી સામેલ હતા. 
 
બ્રિટનમાં ભારતીય હાઇકમિશને જાણકારી આપી હતી કે સાંસ્કૃતિક વારસાને દેખાડવા માટે આ કાર્યક્રમને લઇને તમામ લોકો પાસેથી સાડીઓ ઉધાર લેવામાં આવી હતી. જેમણે જલદી પરત કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ સમારોહ તે અદભૂત કારીગરો અને વણકરોના નામે હતો જે તેમનું નિર્માણ કરે છે. તમને જણાવી દઇએ કે લંડન ફેશન વીક (London Fashion Week)માં 'ઇન્ડીયા ડે' કાર્યક્રમ શુક્રવારથી શરૂ થઇ ચૂક્યો છે જેનું સમાપન મંગળવારે થશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube