Farmers Protest: બ્રિટિશ સંસદમાં ખેડૂત આંદોલન પર ચર્ચા, ભારતીય ઉચ્ચાયોગે આપી આકરી પ્રતિક્રિયા
બ્રિટન (Britain) ની સંસદમાં ખોટા તથ્યોના આધારે એકતરફી ચર્ચાના વિરોધમાં ભારતીય ઉચ્ચાયોગ (Indian High Commission) તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હી: બ્રિટન (Britain) ની સંસદમાં ખોટા તથ્યોના આધારે એકતરફી ચર્ચાના વિરોધમાં ભારતીય ઉચ્ચાયોગ (Indian High Commission) તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. લંડનમાં ભારતીય ઉચ્ચાયોગે કહ્યું કે ભારત સંબંધિત મુદ્દા પર એક ઈ અરજી અભિયાનને આધાર બનાવીને બ્રિટનની સંસદમાં એકતરફી ચર્ચા કરવામાં આવી. અમને આ વાતનો ઊંડો અફસોસ છે કે એક સંતુલિત ચર્ચાની જગ્યાએ, ખોટા દાવા-પુષ્ટિ કર્યા વગરના તથ્યો વગર દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર ચર્ચા કરવામાં આવી.
'ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે'
ભારતીય હાઈ કમિશન (High Commission of India) દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આ ચિંતાનો વિષય છે કે એકવાર ફરીથી બ્રિટિશ ભારતીય સમુદાયને ભ્રમિત કરવાની કોશિશ થઈ રહી છે. ભારતમાં અલ્પસંખ્યકોના ઈલાજ વિશે શંકા ફેલાવવામાં આવી રહી છે. કાશ્મીરમાં માનવાધિકારોના ભંગનો ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
'મીડિયાને સ્વતંત્રતા છે'
ખેડૂત આંદોલન (Farmers Protest) અને મીડિયાની સ્વતંત્રણતા પર ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે બ્રિટિશ મીડિયા સહિત વિદેશી મીડિયા ભારતમાં છે. મીડિયા ખેડૂત આંદોલનના દરેક પહેલુને કવર કરી રહી છે. આવામાં ભારતમાં મીડિયાની સ્વતંત્રતાની કમીનો સવાલ જ નથી ઉઠતો.
ભારત-બ્રિટનની મિત્રતા જૂની
નોંધનીય છે કે ભારતીય ઉચ્ચાયોગ સામાન્ય રીતે આંતરિક ચર્ચાઓ પર ટિપ્પણી કરવાથી બચે છે પરંતુ આ વખતે ભારતનો આંતરિક મામલો હોવા છતાં ફેલાવવામાં આવી રહેલા જૂઠ્ઠાણા વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ બાજુ બ્રિટિશ સરકાર તરફથી કહેવાયું છે કે ભારત-બ્રિટનની મિત્રતા ખુબ જૂની છે. બંને દેશ પરસ્પર સહયોગથી દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરવા માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે