મિસાઇલને નષ્ટ નહી કરાય,સદ્દામની જેમ અમેરિકી રાષ્ટ્રપતિને પણ હરાવીશું: ઇરાન

ઇરાને ગલ્ફ દેશોમાં પોતાની વાર્ષિક પરેડ દરમિયાન રાજધાની તેહરાનમાં પોતાની નૌસૈનિક શક્તિઓનું પ્રદર્શન શરૂ કર્યું

મિસાઇલને નષ્ટ નહી કરાય,સદ્દામની જેમ અમેરિકી રાષ્ટ્રપતિને પણ હરાવીશું: ઇરાન

દુબઇ : અમેરિકાના રાષ્ટ્રપતિ પણ ઇરાકના સદ્દામ હુસૈનની જેમ ઇરાન સાથે ટક્કરની સ્થિતીમાં નિષ્ફળ રહેશે. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ શનિવારે આ વાત કરી છે. તેહરાનનું કહેવું છે કે તેઓ પોતાની મિસાઇલ ખતમ નહી કરે. ઇરાન અને અમેરિકાની વચ્ચે તણાવની સ્થિતી તે સમયે પેદા થઇ, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ પેદા થઇ, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનામાં ઇરાનની સાથે થયેલી ન્યૂક્લિયર ડીલ રદ્દ કરી દીધી અને ગત્ત મહિને તેના પર ફરીથી પ્રતિબંધ લાદી દીધી હતો.
 
રુહાનીએ જે રીતે અગાઉ જાહેરાત કરી હતી તે રીતે ઇરાને ગલ્ફ દેશોમાં પોતાના વાર્ષિક પરેડ સમારંભમાં રાજધાની તેહરાનમાં પોતાની નૌસેનિક શક્તિઓનું પ્રદર્શન ચાલુ કર્યું હતું. રુહાનીએ સરકારી ચેનલ પર પોતાના ભાષણમાં કહ્યું કે, ટ્રમ્પ પણ સદ્દામ હુસૈનની જેમ જ પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે, ઇરાન પોતાના રક્ષણાત્મક હથિયારો ખતમ નહી કરે, તેમાં તે મિસાઇલનો પણ સમાવેશ થાય છે જેના મુદ્દે અમેરિકા ગુસ્સામાં છે. 

બીજી તરફ થોડા દિવસો પહેલા સમાચારો આવ્યા હતા કે ભારત ઇરાન પર નવેસરતી લગાવાયેલો પ્રતિબંધોના વિરોધ કરી શકે છે. અમેરિકી સંસદની શોધ અને સલાહ એકમ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)ની 11 સપ્ટેમ્બરે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પારંપારિક રીતે ભારત માત્ર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધોનું જ પાલન કરે છે. તે ઉપરાંત ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે પણ ઇરાન પર નિર્ભર કરે છે. 

ટ્રમ્પ ઇરાન પર પ્રતિબંધ સંબંધિત મુદ્દાઓ પર ભારત સાથે વાતચીત કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાર નવેમ્બર સુધી ઇરાનથી તેલની આયાત બંધ નહી કરનારા દેશો અને કંપનીઓ પર પ્રતિબંધનાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કેભારતની સ્થિતી રહી છે કે તેઓ માત્ર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધોનું પાલન કરે છે. તેમાં આશંકા ઉઠે છે કે ઇરાન પાસેથી તેલ નહી ખરીદવા અંગે અમેરિકા પ્રતિબંધનો ભારત વિરોધ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news