શું તાનાશાહ કિમ જોંગનું થયું મોત? સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું


સોશિયલ મીડિયા પર આ રચ્ચાને તે સમયે બળ મળ્યું જ્યારે બેઇજિંગ સ્થિત એક સેટેલાઇટ ચેનલ Weibo પર આ દાવો કરવામાં આવ્યો હતો. 

શું તાનાશાહ કિમ જોંગનું થયું મોત? સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું

નવી દિલ્હીઃ શું ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (36)નું મોત થઈ ગયું છે? સોશિયલ મીડિયા પર આ ચર્ચાઓને બળ મળ્યું જ્યારે બેઇજિંગ સ્થિત સેટેલાઇટ ચેનલે સોશિયલ મીડિયા Weibo પર આ દાવો કર્યો હતો. હોંગકોંગના સેટેલાઇન ટેલીવિઝનની વાઇસ ડાયરેક્ટર શિજિયાન શિંગજાઓ  ( Shijian Xingzou)ના ઉચ્ચ સૂત્રના હવાલાથી પોતાના એકાઉન્ટ   Weibo પર લખ્યું કે ઉત્તર કોરિયાના નેતાનું નિધન થઈ ગયું છે. શિજિયાન ચીની વિદેશ મંત્રીની નજીકની સંબંધી છે. તેના  Weibo પર 1.5 કરોડ ફોલોઅર છે. 

પરંતુ તેના દાવાની ઉત્તર કોરિયા સહિત કોઈપણ દેશની એજન્સીએ પુષ્ટિ કરી નથી. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી  KCNA કે કોઈ અન્ય વિશે કંઇ કહેવામાં આવી રહ્યું નથી. ઉત્તર કોરિયાએ સંપૂર્ણ રીતે પોતાના નેતાના સ્વાસ્થ્ય કે તેની સ્થિતિ વિશે સંપૂર્ણ મૌન સેવી લીધું છે. તે કોઈને ખ્યાલ નથી કે કિમ જોંગ ઉન ક્યાં છે. 

પરંતુ ન્યૂઝ એજન્સી રોયટર્સે આ વિશે રિપોર્ટ આપ્યો છે કે ચીને કિમ જોંગ ઉનની મદદ માટે મેડિકલ નિષ્ણાંતની ટીમ મોકલી છે. કિમ જોંગના ખરાબ સ્વાસ્થ્ય વિશે સૌથી પહેલા 21 એપ્રિલે આંતરરાષ્ટ્રીય મીડિયામાં અમેરિકી અધિકારીના હવાલાથી રિપોર્ટ આવ્યો હતો કે દિલની સર્જરી બાદ કિમ જોંગ ગંભીર ખતરામાં હોઈ શકે છે. આ રિપોર્ટનો સ્ત્રોત ઉત્તર કોરિયાની માહિતી રાખનાક એક દક્ષિણ કોરિયાઇ ઇન્ટરનેટ સમાચાર આઉટલેટને કહી શકાય છે. તેમાં તે રિપોર્ટ આવ્યો કે કિમે આ મહિનાની શરૂઆતમાં હ્રયદની સર્જરી કરાવી હતી. ત્યારબાદ તેની સ્થિતિ બગડી હતી. ત્યારબાદ ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તે બ્રેન ડેડની સ્થિતિમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news