ISKP Threat: ભારતીય પૂજા સ્થળોમાં ખૂન વહાવીશું...ISKP એ હવે ભારતને આપી ધમકી
ISKP Threat: 'વોયસ ઓફ ખુરસાન' મેગેજીનના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ISKP ના લડાકૂ ભારતમાં પૂજા સ્થળો પર લોહી વહાવશે. તેમાં ભારત અને તાલિબાનના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Trending Photos
ISKP Threat: ઇસ્લામિક સ્ટેટ ખુરસાને રશિયા પર હુમલા બાદ હવે ભારતને ધમકી આપી છે. 'ધ ઇસ્લામિક સ્ટેટ વિલ એંડ્યોર' શીર્ષકથી છપાયેલા આર્ટિકલમાં ISKP ને ખતમ કરવાનો તાલિબાનના દાવાની મજાક ઉડાવવામાં આવી છે. આ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે ISKPએ અફઘાનિસ્તાનથી ઇરાનની ધરતીને લોહીના રંગમાં રંગી દીધી હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે ખોરાસાનમાં ISKP વધુ મજબૂત બની રહ્યું છે. આ આર્ટિકલમાં ધમકી આપવામાં આવી છે કે 'દુનિયાના તમામ કાફિરો અને ઇસ્લામિક દેશોમાં તેમની કઠપૂતળીઓને મુસ્લિમો પર કરેલા અત્યાચારોની કિંમત ચૂકવવી પડશે.'
જોકે આ આર્ટિકલ 'વોઈસ ઓફ ખુરાસાન' મેગેઝીનની નવી એડિશનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ જ મેગેઝિનના અન્ય એક આર્ટિકલ 'ધ સ્પાઈડર હાઉસ'માં ISKP એ ચેતવણી આપી છે કે તાલિબાન અને અન્ય કઠપૂતળી પશ્ચિમી ઈસ્લામિક દેશો દ્વારા કાફિરોની રક્ષા કરવામાં આવશે નહીં. ISKPએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ નાસ્તિકોના આ રક્ષકોને હરાવીને અમેરિકા, યુરોપ, ચીન, ભારત અને ઈરાન સુધી પહોંચી જશે.
ભારત વિરુદ્ધ આર્ટિકલમાં શું લખ્યું?
'વોઈસ ઓફ ખુરાસાન' મેગેઝિનમાં 'ધ ઈન્ડિયન કિંગ્સ એન્ડ તાલિબાન સર્વન્ટ્સ' શીર્ષકથી એક આર્ટિકલ પ્રકાશિત થયો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતમાં ધાર્મિક સ્થળો પર લોહી વહેવડાવશે. તેમાં ભારત અને તાલિબાન વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ISKP એ પાકિસ્તાનને પણ ચેતવણી આપી છે. ISKPએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને પાકિસ્તાનને ધમકી આપી છે. તેણે કહ્યું કે તે ટૂંક સમયમાં અફઘાનિસ્તાનમાં નાગરિકોના મોતનો બદલો લેશે.
મોસ્કો હુમલાની જવાબદારી ISKPએ લીધી
રશિયાના મોસ્કો શહેરમાં શુક્રવારે કોન્સર્ટ હોલમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી ISKPએ લીધી છે. આ હુમલામાં 143 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ સીરિયામાં ISISના ઘણા સ્થળો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ISKPએ આ આતંકી હુમલો કર્યો હતો. રશિયાનું કહેવું છે કે હુમલાની યોજના યુક્રેનમાં હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે