અમેરિકાના હુમલામાં માર્યો ગયો અબૂ બકર અલ બગદાદી, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત

રવિવારે વ્હાઇટ હાઉસમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાની સેનાના એક ઓપરેશનમાં બગદાદી માર્યો ગયો છે. 

અમેરિકાના હુમલામાં માર્યો ગયો અબૂ બકર અલ બગદાદી, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અબૂ બકર અલ બગદાદી માર્યો ગયો છે. રવિવારે વ્હાઇટ હાઉસમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાની સેનાના એક ઓપરેશનમાં બગદાદી માર્યો ગયો છે. 

આ સાથે તેના ત્રણ બાળકો અને ઘણા સહયોગી પણ માર્યા ગયા છે. ટ્રમ્પે જણાવ્યું કે, બગદાદી એક સુરંગમાં છુપાયો ગતો. તેમણે કહ્યું કે, ઘેરાયા બાદ બગદાદીએ ખુદને બાળકોની સાથે ઉડાવી દીધો હતો. તે કાયર હતો અને કુતરાના મોતે મર્યો છે. 

ટ્રમ્પે કહ્યું, 'પાછલી રાત્રે અમેરિકાએ વિશ્વના નંબર એક આતંકીને ન્યાય હેઠળ લાવ્યો હતો. અબુ બકર અલ બગદાદી માર્યો ગયો. તે વિશ્વના સૌથી ખુંખાર અને હિંસક સંગઠનનો સંસ્થાપક અને  મુખિયા હતો.' ટ્રમ્પે આઈએસ વિરુદ્ધ લડાઈમાં સહયોગ માટે રૂસ, સીરિયા અને તુર્કીનો પણ આભાર માન્યો છે. ટ્રમ્પે કહ્યું કે, તે આ ઓપરેશન જોઈ રહ્યાં હતા. 
 

— Reuters (@Reuters) October 27, 2019

કોણ હતો બગદાદી
બગદાદી એક કથિત ઇસ્લામિક સ્ટેટનો મુખિયા રહ્યો છે અને તે છેલ્લા પાંચ વર્ષથી અન્ડરગ્રાઉન્ડ હતો. 

 

એપ્રિલમાં ઇસ્લામિક સ્ટેટના મીડિયા વિંગ અલ-ફુરકાન તરફથી એક વીડિયો જારી કરવામાં આવ્યો હતો. અલ ફુરકાને વીડિયોના માધ્યમથી કહ્યું હતું કે, બગદાદી જીવતો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news