અમે ઈઝરાયલની સાથે ઉભા છીએ... હમાસ સામેના યુદ્ધમાં દુનિયાના 5 મોટા દેશો ખુલ્લેઆમ આગળ આવ્યા

Israel Latest News: ગાઝામાં હમાસના હુમલા બાદ હવે પાંચ મોટા દેશ ઇઝરાયલની સાથે આવ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટલી અને જર્મનીએ ઇઝરાયલનું સમર્થન કર્યું છે અને કહ્યું કે તેને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હુમલામાં 700 ઇઝરાયલી નાગરિકોના મોત થયા છે. 
 

અમે ઈઝરાયલની સાથે ઉભા છીએ... હમાસ સામેના યુદ્ધમાં દુનિયાના 5 મોટા દેશો ખુલ્લેઆમ આગળ આવ્યા

તેલ અવીવઃ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટલી હમાસના હુમલા બાદ ઇઝરાયલની સાથે આવી ગયા છે. આ દેશો તરફથી એક સંયુક્ત નિવેદન જાહેર કરી હમાસની નિંદા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ દેશોએ કહ્યું કે હમાસ તરફથી ઇઝરાયલ પર જે અચાનક હુમલો થયો ત્યારબાદ રક્ષાના પ્રયાસોમાં તેના તરફથી ઇઝરાયલને સંપૂર્ણ સમર્થન છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ પણ પોતાના સંબંધોમાં દુનિયાભરના તે દેશોનો આભાર માન્યો જે ઇઝરાયલની સાથે ઉભા છે. 

હમાસ માત્ર ખુનખરાબા કરે છે
શનિવારે હમાસ તરફથી ઇઝરાયલ પર જે આતંકી હુમલો કરવામાં આવ્યો, તેમાં ઇઝરાયલ તરફથી 700 લોકોના મોત થયા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇટલી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ દેશ પેલેસ્ટાઈનની કાયદેસર આકાંક્ષાઓને ઓળખે છે પરંતુ હમાસ, તેના માટે ખુનખરાબા અને આતંક સિવાય કંઈ પ્રદાન કરતું નથી. સોમવારે ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ દેશની જનતાને સંબોધિત કરી હતી. તેમણે દુનિયાભરના નેતાઓથી મળનાર સમર્થન માટે આભાર માન્યો હતો. 

Citizens along the Gaza Strip are being caught in the crossfire as the war between Hamas and Israel escalates.

Hundreds of apartments and homes have been demolished displacing more than 123,000 people.

— Collin Rugg (@CollinRugg) October 9, 2023

નેતન્યાહૂએ માન્યો આભાર
નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનનો આભાર માન્યો છે. નેતન્યાહૂએ કહ્યું- હું દુનિયાભરના તે નેતાઓો આભાર માનવા ઈચ્છું છું જે આજે ઇઝરાયલની સાથે છે. હું અમેરિકાના લોકો અને કોંગ્રેસનો આભાર માનુ છું. ઇઝરાયલ ન માત્ર પોતાના લોકો માટે લડી રહ્યું છે પરંતુ તે દેશ માટે પણ લડી રહ્યું છે જે બર્બરતા વિરુદ્ધ ઉભા છે. આ યુદ્ધમાં ઇઝરાયલ જીતશે તો આ સભ્ય દુનિયાની જીત હશે. નેતન્યાહૂએ કહ્યુ કે દુશ્યમન યુદ્ધ ઈચ્છે છે તો તેને યુદ્ધ મળશે. 

ભારતીય અમેરિકી નેતાઓનું સમર્થન
રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની દોડમાં સામેલ નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી સહિત અન્ય પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકી નેતાઓએ હમાસના અચાનક હુમલામાં લોકોના મોત બાદ ઇઝરાયલનું સમર્થન કર્યું છે. હેલીએ રવિવારે એનબીસી ન્યૂઝને કહ્યું- હમાસ અને તેનું સમર્થન કરી રહેલી ઇરાન સરકાર 'ઇઝરાયલનો ખાત્મો', 'અમેરિકાનો ખાત્મો' ના નારાનું સમર્થન કરી રહી છે. અમે ઇઝરાયલની સાથે છીએ, કારણ કે હમાસ, હિઝબુલ્લા, હૂતી અને ઈરાન સમર્થક આપણાથી નફરત કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news