જાપાનમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી, 24 લોકો જીવતા ભૂંજાયા

જાપાનમાં એક એનિમેશન પ્રોડક્શન કંપનીમાં આજે લાગેલી શંકાસ્પદ આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ક્યોતો શહેરમાં આવેલી ઈમારત બળીને ખાખ થઈ ગઈ. પોલીસે જણાવ્યું કે એવું લાગે છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી.

જાપાનમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી, 24 લોકો જીવતા ભૂંજાયા

ટોકિયો: જાપાનમાં એક એનિમેશન પ્રોડક્શન કંપનીમાં આજે લાગેલી શંકાસ્પદ આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ક્યોતો શહેરમાં આવેલી ઈમારત બળીને ખાખ થઈ ગઈ. પોલીસે જણાવ્યું કે એવું લાગે છે કે આગ જાણી જોઈને લગાડવામાં આવી. પરંતુ હજુ તેની પાછળના હેતુ વિશે કોઈ જાણકારી મળી નથી. 

એવી આશંકા છે કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે તેમને એવું લાગે છે કે અનેક લોકો આગથી બચવામાં નિષ્ફળ ગયાં. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું  કે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે દમ ઘૂટી જવાના કારણે મોત નિપજેલા 12ના મૃતદેહો મળ્યાં. 

— ANI (@ANI) July 18, 2019

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં 35 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાંથી અનેકની હાલત ગંભીર છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે આ ઘટના ઘટી ત્યારે ઈમારતમાં લગભગ 70 જેટલા લોકો હાજર હતાં. ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને અમે અંદર ફસાયેલા પીડિતોને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યાં છીએ. 

જુઓ LIVE TV

પોલીસે જણાવ્યું કે આગ લાગવાના કારણની તપાસ થઈ રહી  છે. પરંતુ આ એક શંકાસ્પદ આગજનીનો મામલો લાગી રહ્યો છે. ક્યોતોના પ્રાંતીય પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે એક વ્યક્તિએ કઈંક તરળ પદાર્થ ફેંક્યો અને આગ લગાવી. સરકારી પ્રસારક એનએચકેએ જણાવ્યું કે વ્યક્તિને ઘટના સંબંધે અટકાયતમાં લેવાયો છે અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news