વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ Jeff Bezos અંતરિક્ષ યાત્રા કરી ધરતી પર પરત આવી ગયા, રચાયો ઈતિહાસ

અંતરિક્ષની યાત્રા પર ગયેલા વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસ અને તેના ત્રણ સાથી સ્પેસની યાત્રા કરી પરત આવી ગયા છે. આ સાથે તેમની આ ઉડાન ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ છે. 
 

વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ Jeff Bezos અંતરિક્ષ યાત્રા કરી ધરતી પર પરત આવી ગયા, રચાયો ઈતિહાસ

ટેક્સાસઃ First Human Spaceflight: અંતરિક્ષમાં આજે ઈતિહાસ રચવામાં આવ્યો છે. અમેઝોનના સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેઝોસ અંતરિક્ષ યાત્રા કરી પરત ધરતી પર આવી ગયા છે. બેઝોસની સાથે ત્રણ અન્ય વ્યક્તિ પણ અવકાશ યાત્રાએ ગયા હતા. બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનનું ટૂરિઝમ રોકેટ New Shepard એ આજે 6.30 કલાકે અંતરિક્ષ માટે ઉડાન ભરી અને થોડો સમય ત્યાં રહ્યાં બાદ પરત ધરતી પર આવી ગયું હતું. આ એટલા માટે પણ ખાસ છે કારણ કે 1969માં આજ દિવસે 20 જુલાઈએ પ્રથમ વ્યક્તિએ ચંદ્ર પર પગ મુક્યો હતો. 

ભલે બેઝોસ અંતરિક્ષમાં જનારા પ્રથમ અબજોપતિ ન બની શક્યા હોય પરંતુ પોતાની કંપની Blue Origin ની સાથે અલગ કહાની લખી છે. હકીકતમાં જ્યારે ફ્લાઇટ સ્પેસમાં પહોંચી તો એક્સપર્ટ પાયલટ વોકી ફંક દુનિયાના સૌથી મોટી ઉંમરના એસ્ટ્રોનટો બની ગયા છે. તો બેઝોસની સાથે 18 વર્ષની ઉંમરમાં ઓલિવર ડેમને સૌથી યુવા વયે સ્પેસની યાત્રા કરી છે. 

— ABC News (@ABC) July 20, 2021

વર્જિન ગેલેક્ટિકે હાલમાં જ કરી હતી સ્પેસની યાત્રા:
હાલમાં જ વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેન્સને પણ પોતાની કંપનીના રોકેટથી સ્પેસની યાત્રા કરી હતી. હવે જેફ બેઝોસ પોતાની કંપનીના રોકેટથી સ્પેસની યાત્રા કરવા જઈ રહ્યા છે. આ યાત્રાની સાથે બેઝોસ આ કારનામું કરનાર દુનિયાના બીજા વ્યક્તિ બની જશે. બેઝોસે આ મહિને એમેઝોનના સીઈઓનું પદ છોડ્યું છે. બેઝોસ એમેઝોનના ફાઉન્ડર છે.

ન્યૂ શેફર્ડ બનાવનારામાં મુંબઈની યુવતી પણ સમાવેશ:
ન્યૂ શેફર્ડને બ્લૂ ઓરિજિનના 13 એન્જિનિયરોની ટીમે મળીને બનાવ્યું છે. આ ટીમમાં મુંબઈની 30 વર્ષીય મહિલા એન્જિનિયર સંજલ ગવાન્ડે પણ છે. મુંબઈ યૂનિવર્સિટીથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી કર્યા પછી સંજલ માસ્ટર્સની ડિગ્રી માટે 2011માં અમેરિકા આવી હતી. સંજલ હંમેશા સ્પેસશીપ બનાવવા  ઈચ્છતી હતી. હવે ન્યૂ શેફર્ડ બનાવનારી ટીમમાં જોડાઈને તે ગૌરવનો અનુભવ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news