Russia-Ukraine War: યુક્રેને પોતે લડવી પડશે લડાઈ, બાઈડેને કહ્યું- નહીં મોકલે સેના, યુક્રેનના રાષ્ટ્રપતિએ આ રીતે કાઢ્યો બળાપો
યુક્રેન પર હુમલા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાની આકરી ટીકા કરી. રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે અમને પહેલેથી અંદેશો હતો કે રશિયા યુક્રેન પર હુમલો કરશે. બાઈડેને કહ્યું કે પુતિન હુમલાખોર છે તેમણે યુદ્ધનો રસ્તો પસંદ કર્યો. પરંતુ પુતિન અને તેના દેશ રશિયાએ આ હુમલાના પરિણામ ભોગવવા પડશે.
Trending Photos
નવી દિલ્હી: યુક્રેન પર હુમલા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાની આકરી ટીકા કરી. રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે અમને પહેલેથી અંદેશો હતો કે રશિયા યુક્રેન પર હુમલો કરશે. બાઈડેને કહ્યું કે પુતિન હુમલાખોર છે તેમણે યુદ્ધનો રસ્તો પસંદ કર્યો. પરંતુ પુતિન અને તેના દેશ રશિયાએ આ હુમલાના પરિણામ ભોગવવા પડશે. બાઈડેને કહ્યું કે દુનિયાના મોટાભાગના દેશ રશિયાની વિરુદ્ધ છે. અમે રશિયા પર વધુ આકરા પ્રતિબંધો લગાવીશું.
બાઈડેને કહ્યું કે અમેરિકા ઉપર પણ યુદ્ધની અસર પડી શકે છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે સાઈબર હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ.
યુક્રેનમાં સેના નહીં મોકલે અમેરિકા
બાઈડેને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધુ કે તેઓ યુક્રેનમાં સેના મોકલશે નહીં. જો કે બાઈડેને કહ્યું કે તેઓ નાટો દેશોની ઈંચભર જમીનની પણ રક્ષા કરશે. એટલું જ નહીં બાઈડેને એમ પણ કહ્યું કે તેમની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાતચીતની કોઈ યોજના નથી.
આ પૂર્વનિયોજીત હુમલો
બાઈડેને કહ્યું કે રશિયાની સેનાએ કોઈ પણ ઉશ્કેરણી વગર યુક્રેન પર ક્રૂર હુમલો શરૂ કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ એક પૂર્વનિયોજીત હુમલો છે. જેની યોજના મહિનાઓથી બનાવવામાં આવી રહી હતી.
બાઈડેને કહ્યું કે અમે જી-7 દેશ મળીને રશિયાને જવાબ આપીશું. વીટીબી સહિત રશિયાની 4 અન્ય બેંકો પર પ્રતિબંધ લગાવીશું. બાઈડેને કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની મારી કોઈ યોજના નથી. તેઓ પૂર્વ સોવિયત સંઘને ફરીથી સ્થાપિત કરવા માંગે છે. મને લાગે છે કે તેમની મહત્વકાંક્ષા તે જગ્યાથી બિલકુલ વિપરિત છે જ્યાં હાલ અમે છીએ.
President Zelensky says Ukraine 'left alone' to fight Russia: AFP
— ANI (@ANI) February 25, 2022
યુક્રેનના રાષ્ટ્રપતિએ પણ સાધ્યું નિશાન
રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રશિયાની સાથે લડાઈમાં અમને એકલા છોડી દેવાયા. તેમણે નાટો દેશો પર આરોપ લગાવતા કહ્યું કે આ દેશોના નેતાઓએ ડરના માર્યા યુક્રેનને નાટોમાં સામેલ કર્યું નહીં. તેઓ ડરતા હશે. અમે ડરતા નથી. વલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે મે 27 યુરોપીયન નેતાઓને પૂછ્યું કે શું યુક્રેને નાટોમાં હોવું જોઈએ. તેઓ બધા ડરેલા છે. પરંતુ અમે ડરતા નથી. અમે રશિયા સાથે વાત કરતા ડરતા નથી. અમે અમારા રાજ્ય માટે સુરક્ષાની ગેરંટી અંગે વાત કરતા ડરતા નથી. અમે તટસ્થ સ્થિતિ વિશે વાત કરતા ડરતા નથી.
અત્યાર સુધીમાં 137 લોકોના મોત
ન્યૂઝ એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ જણાવ્યું કે યુદ્ધના પ્રથમ દિવસે 137 લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે