Kabul એરપોર્ટ પર ફરી રોકેટ છોડવામાં આવ્યા, શહેરમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે

અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે સવારે રોકેટ છોડવામાં આવ્યા છે.

Kabul એરપોર્ટ પર ફરી રોકેટ છોડવામાં આવ્યા, શહેરમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ફરી નિશાન બનાવવામાં આવ્યું છે અને રોકેટ હુમલો કરાયો છે. અફઘાનિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ મુજબ આ રોકેટ ખુર્શીદ પ્રાઈવેટ યુનિવર્સિટી પાસે છોડવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ રોકેટ કાબુલ એરપોર્ટની એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરવા માટે છોડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ નુકસાનના સમાચાર નથી. 

— ANI (@ANI) August 30, 2021

સૂત્રોના જણાવ્યાં મુજબ કાબુલ એરપોર્ટ પર લાગેલી એર ડિફેન્સ સિસ્ટમે રોકેટ હુમલાને નિષ્ફળ કર્યો અને રોકેટને હવામાં જ તોડી પાડ્યા. અમેરિકાએ આ એરપોર્ટની સુરક્ષા માટે અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ લગાવી રાખી છે. તાજો રોકેટ હુમલો લાબ જાર ખેરખાના ચાર રસ્તા પાસે થયો છે. આતંકીઓએ આ હુમલો એવા સમયે કર્યો કે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકાએ એક ડ્રોન હુમલો કરીને આઈએસઆઈએસના આતંકીઓની કારને નિશાન બનાવી હતી. 

આ આતંકી આત્મઘાતી બોમ્બ હુમલાખોર હતા જે કાબુલ એરપોર્ટને નિશાન બનાવવા માંગતા હતા. આ હુમલામાં અનેક આતંકીઓ ઉપરાંત 9 સામાન્ય નાગરિકો પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં એક જ પરિવારના 6 બાળકો પણ સામેલ હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news