પક્ષીઓના અવાજથી પરેશાન થયો આ દેશ, દેખો ત્યાં ઠારનો આપ્યો આદેશ! પક્ષીઓ સામે સરકારે છેડી લડાઈ
એક અહેવાલ પ્રમાણે, અહીંની સરકારે લગભગ છ મિલિયન એટલે કે 60 લાખ રેડ-બિલ્ડ ક્વેલિયા પક્ષીઓને મારવાની શરૂઆત કરી દીધી છે. આ દુનિયાની સૌથી વધુ સંખ્યા ધરાવતું પક્ષી છે. જેને પાંખો વાળા તિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પક્ષીઓ ઘઉં, જવાર, ચોખા, સૂરજમુખી અને મકાઈ જેવા પાક ખાઈ જાય છે.
Trending Photos
નવી દિલ્હીઃ દુનિયાના મોટા ભાગના દેશો જ્યાં કોરોના વાયરસ સામેની લડાઈ લડી રહ્યા છે ત્યારે એક આફ્રિકાનો દેશ એવો છે જે પક્ષીઓથી પરેશાન છે. આ દેશ પક્ષીઓથી એટલો કંટાળી ગયો છે કે, અહીં પક્ષીઓને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દેશ કેન્યા છે અને અહીંની સરકારે પક્ષીઓ સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે.
આ પણ ખાસ વાંચોઃ
એક અહેવાલ પ્રમાણે, અહીંની સરકારે લગભગ છ મિલિયન એટલે કે 60 લાખ રેડ-બિલ્ડ ક્વેલિયા પક્ષીઓને મારવાની શરૂઆત કરી દીધી છે. આ દુનિયાની સૌથી વધુ સંખ્યા ધરાવતું પક્ષી છે. જેને પાંખો વાળા તિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પક્ષીઓ ઘઉં, જવાર, ચોખા, સૂરજમુખી અને મકાઈ જેવા પાક ખાઈ જાય છે.
આ પણ ખાસ વાંચોઃ
દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ-
કેન્યા સહિતના આફ્રિકી મહાદ્વીપના દેશો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ દેશોમાં સોમાલિયા, ઈથોપિયા, સુડાન, જિબૂતી, ઈરિટ્રિયાનો સમાવેશ થાય છે. લાંબા સમયથી દુષ્કાળ હોવાથી આ દેશોમાં દેસી ઘાસ પણ નથી. દેસી ઘાસ ન મળવાના કારણે હવે આ પક્ષીઓ પાકને ખાઈ રહ્યા છે. પક્ષીઓનું આખુ ટોળું પાક પર આક્રમણ કરી તેને ખેદાન મેદાન કરી નાખે છે.
આ પણ ખાસ વાંચોઃ
અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં આ પક્ષીઓએ 300 એકર ચોખાના ખેતરોને નષ્ટ કરી દીધા છે. ખાદ્ય અને કૃષિ સંગઠન અનુસાર આ પક્ષીઓનું 20 લાખનું ઝુંડ એક દિવસમાં 50 ટન અનાજ ખાઈ જાય છે. પશ્ચિમી કેન્યમાં ખેડૂતો આ પક્ષીઓના કારણે 60 ટન અનાજ ગુમાવી ચુક્યા છે. જેનાથી કરોડોનું નુકસાન થયું છે. પક્ષીઓના કારણે આટલું મોટું નુકસાન થયું હોવાથી સરકારે તેમને મારવાના આદેશો આપી દીધા છે.
આ પણ ખાસ વાંચોઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે