Watch: 'મેં બે વાર બરાક ઓબામા સાથે શારીરિક સંબંધ બનાવ્યા અને ડ્રગ્સ પણ લીધુ', ચોંકાવનારો દાવો
Barak Obama News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અંગે એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેમણે ઓબામા સાથે શારીરિક સંબંધ બનાવ્યા છે. આ સાથે જ ડ્રગ્સનું પણ સેવન કર્યું છે.
Trending Photos
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અંગે એક વ્યક્તિએ ચોંકાવનારો દાવો કર્યો છે. વ્યક્તિનો દાવો છે કે તેમણે ઓબામા સાથે શારીરિક સંબંધ બનાવ્યા છે. આ સાથે જ તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ સાથે ડ્રગ્સનું પણ સેવન કર્યું છે. હકીકતમાં આ ચોંકાવનારો ખુલાસો ફોક્સ ન્યૂઝના પૂર્વ એન્કર ટકર કાર્લસન સાથે ઈન્ટરવ્યુમાં એક વ્યક્તિએ કર્યો છે.
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ બરાક ઓબામા અંગે આ પ્રકારનો દાવો કરનારા વ્યક્તિનું નામ લેરી સિંક્લેયર છે. જેમનો દાવો છે કે સેક્સ કરતા પહેલા ઓબામા સિગરેટ પીતા હતા. એટલું જ નહીં તેઓ ડ્રગ્સના પણ આદી રહી ચૂક્યા છે. રિપોર્ટ મુજબ આ વ્યક્તિ વર્ષ 2008માં અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પણ આ પ્રકારનો દાવો કરી ચૂક્યા છે. જો કે ત્યારે તેમના આ દાવાઓને અમરિકી મીડિયાએ મોટા ભાગે ફગાવી દીધા હતા. કારણ કે ઓબામા રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાના આરે હતા.
સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ
કાર્લસને સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યુની એક નાનકડી ક્લિપ પોસ્ટ કરી છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આખો વીડિયો બુધવારે સાંજે બહાર પાડવામાં આવશે. એક્સ (અગાઉ ટ્વિટર) પર એક મિનિટની ક્લિપ પોસ્ટ કરવાના માત્ર એક કલાકની અંદર તે લગભગ 4 મિલિયનવાર જોવાઈ ચૂકી છે. સિંક્લેયરે જણાવ્યું કે તે નવેમ્બર 1999 માં શિકાગો બારની બહાર ઓબામાને મળ્યા હતા.
A man who claims he had sex with Barack Obama in 1999 tells his story.
Wednesday. 6pm ET. pic.twitter.com/iDYMSww1KS
— Tucker Carlson (@TuckerCarlson) September 5, 2023
બે વાર બનાવ્યા શારીરિક સંબંધ
સિંક્લેયરે દાવો કર્યો કે ઓબામા સાથે તેમની સાથે બે વાર શારીરિક સંબંધ બનાવવા મામલે મુલાકાત થઈ અને તેમણે એક સાથે કોકીનનું સેવન પણ કર્યું. તેમણે આગળ દાવો કર્યો કે મે બરાક ઓબામાને કોકીન ખરીદવા માટે 250 ડોલર આપ્યા હતા. ટકર કાર્લસને સિંક્લેયરના હવાલે દાવો કર્યો કે બરાક ઓબામા પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવતા હતા અને ક્લાસ એ ડ્રગ્સનું સેવન કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
2008માં સિંક્લેયરે નેશનલ પ્રેસ ક્લબમાં પોતાના આરોપો શેર કર્યા અને બાદમાં 2009માં એક પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં તેમણે દાવો પણ કર્યો કે ઓબામાનું એક ચર્ચ ગાયક મંડળના ડાયરેક્ટર સાથે સમલૈંગિક સંબંધ હતો જેની કથિત રીતે ડિસેમ્બર 2007માં હત્યા કરી દેવાઈ હતી. એવું પૂછવામાં આ્યું કે વોશિંગ્ટન પ્રેસ કોરે 2008ની ચૂંટણી દરમિયાન તેમની કહાનીની તપાસ કેમ ન કરી તો સિંક્લેયરે જવાબ આપ્યો કે જો મીડિયા વાસ્તવમાં લોકોની સચ્ચાઈ દર્શાવવાની પરવા કરે છે તો આ એક કહાની હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે