પાકિસ્તાનમાં મણિશંકર અય્યરનો બફાટ, કહ્યું - ભારતમાં અરાજકતાનો માહોલ
મણિશંકર અય્યર આ દિવસોમાં પાકિસ્તાનમાં છે. તે લાહોપમાં એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ચૂંટણી પહેલા વિવાદિત નિવેદન આપવા માટે પ્રખ્યાત કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. અય્યરે પાકિસ્તાનમાં ભારતની સ્થિતિ યોગ્ય નથી તેમ જણાવ્યું છે અને મોહમ્મદ અલી જિન્નાની શાનમાં બરાડા પાડે છે. તેણે કહ્યું કે, દેશના વિભાજન માટે જિન્ના જવાબદાર નથી. તેમણે કહ્યું કે ભારતમાં આ સમયે હાલત યોગ્ય નથી. બે રાષ્ટ્રના સિદ્ધાંતનું સમર્થન કરનારા સત્તામાં છે.
મણિશંકર અય્યર આ દિવસોમાં પાકિસ્તાનમાં છે. તે લાહોપમાં એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. કોન્ફરન્સમાં બોલતા તેમણે કહ્યું કે, મેં જિન્નાને કાયદે આજમ કહ્યા તો ભારતીય ટીવી એન્કર્સે કહ્યું કે એક ભારતીય પાકિસ્તાનમાં જઈને આ પ્રકારે કેમ કહી શકે અને ત્યાં તેમ કેમ બોલી શકે છે? હું તેવા ઘણા પાકિસ્તાનીઓને જાણું છે જે મોહનદાસ ગાંધીને મહાત્મા ગાંધી કહે છે, શું તે આ પ્રકારે બોલવાથી દેશદ્રોહી થઈ ગયા?
Present situation in India is an aberration, In 1923 a man called VD Savarkar invented a word which doesn't exist in any religious text, 'Hindutva'. So first proponent of the two nation theory was ideological guru of those who are currently in power in India: MA Aiyar in Lahore pic.twitter.com/2C0ovEPRBI
— ANI (@ANI) May 7, 2018
બે રાષ્ટ્રના સિદ્ધાંતના સમર્થક હતા સાવરકર
અય્યરે વધુમાં બફાટ કરતા કહ્યું કે, ભારતમાં સ્થિતિ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, 1923માં વીડી સાવરકર નામના એક વ્યક્તિએ હિન્દુત્વ શબ્દની રચના કરી હતી. આ શબ્દ કોઈ ધાર્મિક ગ્રંથમાં નથી. તેમણે કહ્યું કે, બે રાષ્ટ્રના સિદ્ધાંતના પ્રથમ સમર્થક તે માણસ હતો અને તે આ લોકોનો વિચારાત્મક ગુરૂ છે જે વર્તમાનમાં સત્તામાં છે.
દેશમાં અરાજકતાનો માહોલ
તેમણે કહ્યું કે, ગત ચૂંટણીમાં દેશની 70 ટકા જનતાએ મોદીની વિરોધમાં મતદાન કર્યું હતું, પરંતુ તે સફળ ન થયું કારણ કે તે અંદરોઅંદર વહેંચાયેલા હતા. અય્યરે કહ્યું કે આશા છે કે આ 70 ટકા જનતા એકસાથે આવશે અને દેશમાં ફેલાયેલી અરાજકતા ભર્યા માહોલથી જનતાને મુક્તિ અપાવશે.
ગુજરાતની ચૂંટણી દરમિયાન પણ આપ્યું હતું વિવાદિત નિવેદન
ગુજરાત ચૂંટણી દરમિયાન અમે જોયું કે ભાજપને હરાવવા માટે જે પ્રકારે કોંગ્રેસના મુખ્ય નેતાઓએ પાકિસ્તાની અધિકારીઓ સાથે ડિનર મીટિંગ કરી હતી અને હવે ટીપૂ સુલ્તાન અને જિન્નાને લઈને એકબીજાનો પ્રેમ સામે આવ્યો છે. અમિત શાહે કર્યું, હું કોંગ્રેસને અપીલ કરૂ છું તે આપણી ઘરેલૂ રાજનીતિમાં વિદેશ રાષ્ટ્રોને સામેલ ન કરે. ખ્યાલ છે કે મણિશંકર અય્યર તે જ છે, જેણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોદીને નીચ કહ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસે તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે