Viral Video: મોબાઇલ ફોને બચાવ્યો યૂક્રેની સૈનિકનો જીવ, નહી તો ચીરીને નિકળી જાત ગોળી

યુદ્ધગ્રસ્ત યૂક્રેનથી સામે આવેલા આ વીડિયોમાં એક યૂક્રેની સૈનિક પોતાના સ્માર્ટફોનથી પોતાનો જીવ બચવઆનો દાવો કરતો બતાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સૈનિક યૂક્રેનમાં પોતાના સહયોગી સાથે વાત કરી રહ્યો છે, જે વીડિયો શૂટ કરી રહ્યો છે અને સ્માર્ટફોન બતાવી રહ્યો છે. 

Viral Video: મોબાઇલ ફોને બચાવ્યો યૂક્રેની સૈનિકનો જીવ, નહી તો ચીરીને નિકળી જાત ગોળી

Russia-Ukraine War Viral Video: રશિયા અને યૂક્રેન વચ્ચે ત્રણ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં રશિયા અને યૂક્રેન, બંને દેશોને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ યુદ્ધ સાથે જોડાયેલા અત્યાર સુધી અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ એક યૂક્રેની સૈનિકનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સૈનિક જણાવી રહ્યા છે કે કેવી રીતે તેના સ્માર્ટફોને તેમનો જીવ બચાવ્યો. આવો તમને જણાવીએ આ વિડીયો વિશે. 

સ્માર્ટફોનથી બચી ગયો યૂક્રેની સૈનિકનો જીવ
યુદ્ધગ્રસ્ત યૂક્રેનથી સામે આવેલા આ વીડિયોમાં એક યૂક્રેની સૈનિક પોતાના સ્માર્ટફોનથી પોતાનો જીવ બચવઆનો દાવો કરતો બતાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સૈનિક યૂક્રેનમાં પોતાના સહયોગી સાથે વાત કરી રહ્યો છે, જે વીડિયો શૂટ કરી રહ્યો છે અને સ્માર્ટફોન બતાવી રહ્યો છે. 

સ્માર્ટફોનમાં ફસાઇ ગોળી
45-સેકન્ડના વીડિયોમાં યૂક્રેની સૈનિક પોતાના તૂટેલા ફોનમાં ફસાયેલી 7.62 એમએમની ગોળી બતાવી રહ્યો છે. સૈનિક પોતાના સહયોગીને કહે છે.... સ્માર્ટફોને મારો જીવ બચાવ્યો. વીડિયોમાં ગોળી અને વિસ્ફોટોનો અવાજ સંભળાય છે. વીડિયો યૂક્રેનના કોઇ યુદ્ધગ્રસ્ત વિસ્તારોનું કહેવું છે. બંને સિપાહી ખીણમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. 

— Globe Sentinel (@GlobeSentinels) April 18, 2022

ત્રણ મહિનાથી ચાલુ છે યુદ્ધ
વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાના કોઇ સંકેત જોવા મળી રહ્યા નથી. 24 ફેબ્રુઆરીના રોજ યૂક્રેનમાં એક વિશેષ સૈન્ય અભિયાન શરૂ કર્યું, જ્યારે ડોનેટસ્ક અને લુહાન્સ્કના અલગ-અલગ ગણરાજ્યોએ યૂક્રેની સૈનિકો દ્રારા તીવ્ર હુમલાથી તેમને બચાવવા માટે મદદનો અનુરોધ કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news