PM Modi in Sydney: ઓસ્ટ્રેલિયન મીડિયા બન્યુ મોદીમય! અખબારો મોદી ધ બોસની હેડલાઈનથી છવાયા
પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યારે હાલ ઓસ્ટ્રેલિયાના તમામ અખબારો મોદી ઈઝ ધ બોસની હેડલાઈન્સથી છવાઈ ગયા છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયન ન્યૂઝ ચેનલોમાં પણ મોદીને દુનિયામાં બોસ તરીકે સંબોધિત કરવામાં આવી રહ્યાં છે.
પ્રધાનમંત્રી મોદીનો ઓસ્ટ્રેલિયામાં જલવો
ઓસ્ટ્રેલિયાના અખબારો બન્યા મોદી-મય
તમામ અખબારો મોદી ધ બોસની હેડલાઈનથી છવાયા
Trending Photos
સિડનીઃ પ્રધાનમંત્રી મોદીનો જલવો ઓસ્ટ્રેલિયામાં રીતસર છવાઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના તમામ મીડિયા અને અખબારોની હેડલાઈનમાં મોદીને કહ્યાં છે ધ બોસ. મોદી ઈઝ ધ બોસની હેડલાઈનથી ઓસ્ટ્રેલિયાના અખબારોએ કરી મોદીના વૈશ્વિક પ્રભાવની વાત. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી બે દિવસના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગઈકાલે ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતું... આ પહેલાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોદી ઈઝ ધ બોસ તરીકે સંબોધિત કર્યા હતા.
મોદીમય બન્યુ ઓસ્ટ્રેલિયન મીડિયા:
પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યારે હાલ ઓસ્ટ્રેલિયાના તમામ અખબારો મોદી ઈઝ ધ બોસની હેડલાઈન્સથી છવાઈ ગયા છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયન ન્યૂઝ ચેનલોમાં પણ મોદીને દુનિયામાં બોસ તરીકે સંબોધિત કરવામાં આવી રહ્યાં છે. દરેક ભારતીયો માટે આ એક ગૌરવની વાત છે.
મોદીએ સિડનીના કુડોસ બેંક એરેનામાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- ભારત માટે આખું વિશ્વ એક પરિવાર છે. હું 9 વર્ષ પછી ફરી એરેનામાં આવ્યો છું. મોદીએ કહ્યું- મારા આવા ઉષ્માભર્યા સ્વાગત માટે તમારો ખૂબ ખૂબ આભાર. સાથે જ પીએમ મોદીએ કહ્યું, ભારત મધર ઓફ ડેમોક્રેસી છે. અમે રાષ્ટ્રને એક પરિવાર તરીકે જોઈએ છીએ અને વિશ્વને એક પરિવાર તરીકે જોઈએ છીએ. આ જ કારણ છે કે જ્યારે અમે જી-20ની અધ્યક્ષતાનો લોગો નક્કી કરીએ છીએ તો કહીએ છીએ કે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર. ભારત એવો દેશ છે, જેણે વિશ્વના 150થી વધુ દેશોને કોરોના સંકટમાં મદદ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે