ઓસ્ટ્રેલિયાના દરિયા કાંઠે મળી આવેલી રહસ્યમય વસ્તુને ભારત સાથે છે કોઈ નાતો?

Space Debris: ચંદ્રયાન 3ના ચંદ્ર પર ઉતરવાની તો આખો દેશ રાહ જોઈ રહ્યો છે પરંતુ આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના એક સમુદ્ર તટ પર ગુંબજ આકારની એક રહસ્યમય વસ્તુ વહેતી વહેતી મળી આવી છે. જેને લઈને ભાત ભાતની અટકળો થઈ રહી છે.

ઓસ્ટ્રેલિયાના દરિયા કાંઠે મળી આવેલી રહસ્યમય વસ્તુને ભારત સાથે છે કોઈ નાતો?

Space Debris: ચંદ્રયાન 3ના ચંદ્ર પર ઉતરવાની તો આખો દેશ રાહ જોઈ રહ્યો છે પરંતુ આ બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના એક સમુદ્ર તટ પર ગુંબજ આકારની એક રહસ્યમય વસ્તુ વહેતી વહેતી મળી આવી છે. જેને લઈને ભાત ભાતની અટકળો થઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે 20 વર્ષ જૂનો ભારતીય રોકેટનો એક ટુકડો હોઈ શકે છે. જેનો ઉપયોગ સેટેલાઈટ લોન્ચિંગ સમયે થયો હતો. ગુંબજ આકારની આ વસ્તુ પર્થથી લગભગ 250 કિલોમીટર ઉત્તરમાં ગ્રીન હેડ સમુદ્ર કાંઠે મળી આવી છે. ઈસરોના સૂત્રોએ ઓસ્ટ્રેલિયન અંતરિક્ષ એજન્સી સાથે ઔપચારિક સંચાર પ્રાપ્ત થવાની પુષ્ટિ કરી પરંતુ તેમણે આ અંગે વધુ કોઈ વિવરણ આપ્યું નથી. 

અંતરિક્ષના કચરાનો ટુકડો
વિચિત્ર દેખાતી આ વસ્તુને અંતરિક્ષ કચરાનો ટુકડો ગણાવવામાં આવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયન અંતરિક્ષ એજન્સી (એએસએ) સહિત રાષ્ટ્રીય એજન્સીઓ આ વસ્તુનું વિશ્લેષણ કરી રહી છે. પશ્ચિમી ઓસ્ટ્રેલિયન પોલીસે એક નિવેદનમાં કહ્યું કે આ સમયે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વસ્તુ અંતરિક્ષનો કચરો છે. એક અંતરિક્ષ વિશેષજ્ઞનું કહેવું છે કે આ વસ્તુ 20 વર્ષ જૂના ભારતીય રોકેટનો એક ટુકડો હોઈ શકે છે. 

ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ખબર મુજબ યુરોપિયન અંતરિક્ષ એજન્સીના એન્જિનિયર એન્ડ્રિયા બાયડે કહ્યું કે વિશેષજ્ઞોનું માનવું છે કે આ વસ્તુ સેટેલાઈટ લોન્ચ કરનારા ભારતીય રોકેટમાથી પડી છે. એન્ડ્રિયા બોયડે કહ્યું કે તેના આકારના આધાર પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે તે ભારતીય રોકેટના ઉપરના ભાગનું એક એન્જિન છે જેનો ઉપયોગ અનેક અલગ અલગ મિશન માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે એવું લાગે છે કે આ આ વર્ષનું નથી. ખબર મુજબ તે 20 વર્ષ જૂનું હોઈ શકે છે. તેમણે કહ્યું કે પરંતુ આ સાથેજ જ્યારે તેને સમુદ્ર તરફ ફેંકવામાં આવે છે તો તે સામાન્ય કરતા વધુ જૂનું લાગવા માંડે છે. 

અનેક અટકળો
અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર લોકો અનેક પ્રકારની અટકળો કરી રહ્યા છે કે આ વસ્તુ ભારતીય રોકેટથી અંતરિક્ષ કચરાનો એક ટુકડો હતી. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી ડો.ડોરિસ ગ્રોસે અને ફ્લિંડર્સ યુનિવર્સિટીના અંતરિક્ષ પુરાતત્વવિદ ડો. એલિસ ગોર્મનનું કહેવું છે કે આ કદાચ ભારતની અંતરિક્ષ એજન્સી દ્વારા લોન્ચિંગના ત્રીજા તબક્કાનું એક ઈંધણ સિલિન્ડર છે. 

પોલીસે પહેલા આ વસ્તુને ખતરનાક ગણાવી હતી કારણ કે તેઓ એ વાતનો ક્યાસ નહતા લગાવી શકતા કે તેનાથી સમુદાયને કોઈ જોખમ તો નથી ને. વસ્તુના વિશ્લેષણ બાદ ફાયર અને ઈમરજન્સી સેવા વિભાગ તથા રસાયણ વિજ્ઞાન કેન્દ્રએ જાણ્યું કે તેનાથી સમુદાયને કોઈ જોખમ નથી. બોયડે કહ્યું કે એ વાત મહત્વપૂર્ણ છે કે લોકો વસ્તુને ન સ્પર્શે. તેમણે કહ્યું કે તેમાં હજુ પણ કઈક ઈંધણ હોઈ શકે છે અને લોકોએ તેને સ્પર્શવું જોઈએ નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news