ચોંકાવનારો કિસ્સો, 11 વર્ષના છોકરા સાથે જબરદસ્તીથી બનાવ્યા સંબંધ, બાળકને પણ જન્મ આપ્યો

અમેરિકામાં એક મહિલા દ્વારા એક 11 વર્ષના બાળક સાથે દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જો કે મહિલા દ્વારા આ અપરાધ 2014માં અંજામ અપાયો હતો. જાણીને પણ થથરી જવાય. આરોપી મહિલાએ મારિસા મોરી (28)ને 20 વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મારિસાએ તે સમયે 11 વર્ષના બાળક સાથે 15 વાર જબરદસ્તીથી શારીરિક સંબંધ બનાવ્યાં હતાં. ત્યારબાદ ફ્લોરિડાના હિલ્સબોરો કાઉન્ટીમાં મારિસાએ એક પુત્રને જન્મ આપ્યો. 

ચોંકાવનારો કિસ્સો, 11 વર્ષના છોકરા સાથે જબરદસ્તીથી બનાવ્યા સંબંધ, બાળકને પણ જન્મ આપ્યો

લોસ એન્જલસ: અમેરિકામાં એક મહિલા દ્વારા એક 11 વર્ષના બાળક સાથે દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જો કે મહિલા દ્વારા આ અપરાધ 2014માં અંજામ અપાયો હતો. જાણીને પણ થથરી જવાય. આરોપી મહિલાએ મારિસા મોરી (28)ને 20 વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મારિસાએ તે સમયે 11 વર્ષના બાળક સાથે 15 વાર જબરદસ્તીથી શારીરિક સંબંધ બનાવ્યાં હતાં. ત્યારબાદ ફ્લોરિડાના હિલ્સબોરો કાઉન્ટીમાં મારિસાએ એક પુત્રને જન્મ આપ્યો. 

મહિલાએ જે 11 વર્ષના બાળકનો રેપ કર્યો હતો તે હવે 17 વર્ષનો સગીર છે અને પોતાના પરિવારની મદદથી આ પાંચ વર્ષના બાળકનો ઉછેર કરવાની ભરપૂર કોશિશ કરી રહ્યો છે. હાલના સમયમાં આ આરોપી મહિલા જેલમાં સજા કાપી રહી છે. જ્યારે બાળકને શારીરિક શોષણનો ભોગ બનાવ્યો ત્યારે તેની ઉંમર 28 વર્ષની હતી. તે 11 વર્ષના બાળક માટે નૈની (દેખભાળ કરનારી)નું કામ કરતી હતી. શારીરિક શોષણનો અપરાધ સ્વીકાર્યા બાદ તે દોષિત ઠરી અને મહિલાને 20 વર્ષની સજા થઈ છે. રિપોર્ટ્સ મુજબ મહિલા આ અગાઉ પણ એક સગીર સાથે સંબંધ બાંધ્યા બાદ અન્ય એક બાળકને જન્મ આપી ચૂકી છે. એક અંગ્રેજી વેબસાઈટના અહેવાલ મુજબ જાન્યુઆરી 2014માં જ્યારે મહિલાએ 11 વર્ષના બાળક સાથે સંબંધ બનાવ્યાં તો તે લિવ ઈન નૈનીનું કામ કરતી હતી. 

જુઓ LIVE TV

ઓક્ટોબર 2014માં મારિસાએ છોકરાને જન્મ આપ્યો પરંતુ માતા પિતાને આ મામલે કોઈ જાણકારી નહતી. તેમનું માનવું હતું કે મહિલાનો પ્રેમી પીડિત બાળકનો પિતા હતો. પરંતુ ડીએનએ ટેસ્ટથી સાબિત થયું કે બાળકનો પિતા તે સગીર છોકરો છે. રેપ પીડિત બાળકની માતાએ કહ્યું કે મહિલાની હરકતોની કિંમત મારા પુત્રએ તેનું બાળપણ ગુમાવીને ચૂકવવી પડી છે. તે કોઈ સામાન્ય ટીનેજર જેવું જીવન વિતાવી શક્યો નથી. બાળપણમાં જ તે એક પિતા હોવાના અનુભવમાંથી પસાર થઈ રહ્યો છે. મારિસા મોરીએ બાળકને જન્મ આપ્યા બાદ પીડિત છોકરો અને તેનો પરિવાર તેને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અહીં પીડિતે પોતાના પુત્રને ગોદમાં લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news