વિશ્વના સર્વોચ્ચ શિખરની ઉંચાઇમાં થયો વધારો, વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત, પરીક્ષાર્થીઓ ખાસ વાંચે

વિશ્વની સૌથી ઉંચા પર્વત તરીકે માઉન્ટ એવરેસ્ટ (Mt. Everest) ની ગણત્રી થાય છે. જો કે હવે તેની ઉંચાઇમાં પણ 0.86 મીટર જેટલો વધારો થયો છે. નેપાળ અને ચીનનાં બે વર્ષ સુધી સર્વે વર્ક પુર્ણ કર્યા બાદ Mount Everest ની ઉંચાઇ અંગે સંયુક્ત જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે વિશ્વનાં પુસ્તકોમાં પણ એવરેસ્ટની ઉંચાઇના આંકડામાં ફેરફાર થશે. મળતી માહિતી અનુસાર વર્ષ 2015 માં આવેલા વિનાશકારી ભૂકંપમાં એવરેસ્ટની ટોચની ઉંચાઇ મુદ્દે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા. જેને જોતા નેપાળ સરકારે આ ટોચનો ફરી એકવાર સર્વે કરવા માંગતી હતી. 
વિશ્વના સર્વોચ્ચ શિખરની ઉંચાઇમાં થયો વધારો, વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત, પરીક્ષાર્થીઓ ખાસ વાંચે

કાઠમાંડૂ : વિશ્વની સૌથી ઉંચા પર્વત તરીકે માઉન્ટ એવરેસ્ટ (Mt. Everest) ની ગણત્રી થાય છે. જો કે હવે તેની ઉંચાઇમાં પણ 0.86 મીટર જેટલો વધારો થયો છે. નેપાળ અને ચીનનાં બે વર્ષ સુધી સર્વે વર્ક પુર્ણ કર્યા બાદ Mount Everest ની ઉંચાઇ અંગે સંયુક્ત જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હવે વિશ્વનાં પુસ્તકોમાં પણ એવરેસ્ટની ઉંચાઇના આંકડામાં ફેરફાર થશે. મળતી માહિતી અનુસાર વર્ષ 2015 માં આવેલા વિનાશકારી ભૂકંપમાં એવરેસ્ટની ટોચની ઉંચાઇ મુદ્દે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા. જેને જોતા નેપાળ સરકારે આ ટોચનો ફરી એકવાર સર્વે કરવા માંગતી હતી. 
જેના પગલે નેપાળ સરકારે વર્ષ 2018માં ચીનની સાથે મળીને ફરી એકવાર સર્વે હાથ ધર્યો. આ સર્વે પુર્ણ થયા બાદ નેપાળનાં વિદેશમંત્રી Pradeep Gyawali અને ચીનના વિદેશ મંત્રી Wang Yi એ મંગળવારે એવરેસ્ટની ઉંચાઇ અંગેની જાહેરાત કરી દીધી હતી. 

આ અગાઉ વર્ષ 1954માં મપાયેલી ઉંચાઇ 
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 1954માં ભારતનાં સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે માઉન્ટ એવરેસનો સર્વે કર્યો હતો. આ દરમિયાન એવરેસ્ટની ઉંચાઇ 8848 મીટર આંકવામાં આવી હતી. જો કે હવે નેપાળ-ચીનના સંયુક્ત સર્વેમાં તેની ઉંચાઇ 8848.86 મીટર આંકવામાં આવી છે. આ ગત્ત ઉંચાઇ કરતા 86 સેન્ટીમીટર વધારે છે. ભારે બરફવર્ષાના કારણે એવરેસ્ટનીઉંચાઇમાં વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

નેપાળ સાથે મિત્રતા વર્ષોજુની
નેપાળી વિદેશમંત્રીએ આ પ્રસંગે ખુબ જ ખાસ અને ઐતિહાસિક પળ ગણાવી હતી. ચીની વિદેશમંત્રીએ કહ્યું કે, બંન્ને દેશોની મિત્રતા અનોખી છે. બંન્ને દેશો મળીને ચમકતા ભવિષ્યનું નિર્માણ કર્યું છે. નેપાળનાં રાષ્ટ્રપતિ Bidya Devi Bhandari અને ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping દ્વારા લખવામાં આવેલા પત્ર પણ એક બીજાને સોંપવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન સતત નેપાળ તરફી મિત્રતા માટે પ્રયત્નો કરી રહ્યો છે. આ અગાઉ ચીનના સંરક્ષણમંત્રી Wei Fenghe પણ નેપાળ મુલાકાત લઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news