હવે પછીની મહામારી કોરોનાથી વધુ ઘાતક હશે.. Covid વેક્સીન બનાવનાર વૈજ્ઞાનિકે આપી ચેતવણી

વર્લ્ડોમીટર અનુસાર કોરોના વાયરસથી વિશ્વમાં અત્યાર સુધી 5273310 લોકોના મોત થઈ ચુક્યા છે. આર્થિક ઉત્પાદનમાં અબજો ડોલરનું નુકસાન થયું છે. એટલું જ નહીં કરોડો લોકોના જીવન પર ખરાબ અસર પડી છે. 
 

હવે પછીની મહામારી કોરોનાથી વધુ ઘાતક હશે.. Covid વેક્સીન બનાવનાર વૈજ્ઞાનિકે આપી ચેતવણી

લંડનઃ ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સીન બનાવનાર વૈજ્ઞાનિકોમાંથી એક સારા ગિલ્બર્ડે ભવિષ્યની મહામારીને લઈને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, ભવિષ્યની મહામારીઓ કોરોના વાયરસથી પણ વધુ ઘાતક કોઈ શકે છે. સારાએ તે પણ કહ્યું કે, આપણે કોરોના મહામારીથી શીખેલો બોધપાઠ બરબાર ન કરવો જોઈએ અને દુનિયાએ તે નક્કી કરવું જોઈએ કે આગામી વાયરલ હુમલા માટે તૈયાર છે. 

વિશ્વભરમાં અત્યાર સુધી 52 લાખ લોકોના મોત
વર્લ્ડોમીટર અનુસાર કોરોના વાયરસથી વિશ્વમાં અત્યાર સુધી 5273310 લોકોના મોત થઈ ચુક્યા છે. આર્થિક ઉત્પાદનમાં અબજો ડોલરનું નુકસાન થયું છે. એટલું જ નહીં કરોડો લોકોના જીવન પર ખરાબ અસર પડી છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા, ભારત, બ્રાઝિલ, બ્રિટન, રશિયા, તુર્કી અને ફ્રાન્સ સામેલ છે. હાલમાં સામે આવેલા નવા વેરિએન્ટ ઓમિક્રોનથી દક્ષિણ આફ્રિકામાં હાહાકાર મચ્યો છે.

સારા બિલ્બર્ટે કહ્યુ- હવે પછીની મહામારી વધુ ખરાબ હોઈ શકે છે
એક રિપોર્ટ અનુસાર, રિચર્ડ ડિમ્બવલી લેક્ચરમાં સારા ગિલ્બર્ડે કહ્યુ કે, સત્ય છે કે આગામી મહામારી વધુ ખરાબ હોઈ શકે છે. તે વધુ સંક્રામક કે વધુ ઘાતક કે બંને હોઈ શકે છે. આ છેલ્લીવાર નહીં હોય જ્યારે કોઈ વાયરસ આપણા જીવન અને આપણી આજીવિકા માટે ખતરો હોય. ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં વેક્સીનોલોજીના પ્રોફેસર ગિલ્બર્ટે કહ્યું કે, દુનિયાએ તે નક્કી કરવું જોઈએ કે તે આગામી વાયરસ માટે સારી રીતે તૈયાર હોય. 

કોરોનાને ખતમ કરવાનો પ્રયાસ પૂરતા નથી
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના મહામારીને ખતમ કરવાનો પ્રયાસ અસમાન અને ટુકડામાં વેચાઈ રહ્યો છે. ઓછી આવકવાળા દેશોમાં વેક્સીનની ઓછી પહોંચશે, જ્યારે અમીર દેશોમાં સ્વસ્થ અને ધનીક લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યાં છે. કોરોના મહામારીનો સામનો કરવા માટેની સમીક્ષા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ એક સ્થાયી પેનલને જણાવ્યું કે, જે દરેક દેશની સ્થિતિની જાણકારી મેળવી રહ્યું છે.

ઓમિક્રોન વિરુદ્ધ ઓછી થઈ શકે છે વેક્સીનની અસર!
કોરોના વાયરસનો પ્રથમ કેસ 2019ના અંતમાં ચીનમાં આવ્યો હતો. ત્યારબાદ રેકોર્ડ સમયમાં વાયરસ વિરુદ્ધ રસી વિકસિત કરવામાં આવી હતી. ગિલ્બર્ટે કહ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટના સ્પાઇક પ્રોટીનમાં એવા મ્યૂટેશન હોય છે જે વાયરસની ટ્રાન્સમિસિબિલીિટીને વધારવા માટે ઓળખાય છે. તેમણે તે પણ કહ્યું કે, વેક્સીન ઓમિક્રોન સંક્રમણને રોકવામાં ઓછી પ્રભાવી હોઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news