દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાંથી ફ્યૂલ ચોરી કરતા હતા, અચાનક ભીષણ વિસ્ફોટ થતા 94 લોકો જીવતા ભૂંજાયા
મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી ફ્યૂલ કાઢવા લાગ્યા ત્યારે જ તે સમયે અચાનક ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 94 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના જિગાવા રાજ્યમાં ઘટી.
Trending Photos
નાઈજીરિયામાં એક ફ્યૂલ ટેન્કર અધવચ્ચે દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું અને ત્યારબાદ તેમાંથી ફ્યૂલ કાઢવા માટે લોકોની ભીડ ભેગી થઈ. મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી ફ્યૂલ કાઢવા લાગ્યા ત્યારે જ તે સમયે અચાનક ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 94 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરી નાઈજીરિયાના જિગાવા રાજ્યમાં ઘટી.
આ ઘટના અંગે સ્થાનિક પોલીસે સીએનએન ન્યૂઝને જાણકારી આપી. આ ઘટના સ્થાનિક સમય મુજબ મંગળવારે મોડી સાંજે ઘટી. આ ઘડાકામાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અકસ્માત ફ્યૂલ ટેન્કર પલટી જવાના કારણે થયો. પોલીસ પ્રવક્તા લોન એડમે જણાવ્યું કે ટેન્કર ચાલકે યુનિવર્સિટી નજીક રાજમાર્ગ પર વાહન પર કાબૂ ગુમાવ્યો અને ત્યારબાદ ટેન્કર પલટી ગયું. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સ્થાનિકો આ પલટી ગયેલા ટેન્કરમાંથી ઈંધણ કાઢતા હતા. વિસ્ફોટ બાદ ટેન્કરમાં આગ લાગી ગઈ અને 94 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે