Nuclear Submarine: દુનિયામાં માત્ર 6 દેશોની પાસે છે પરમાણુ સબમરીન, જાણો ભારત-ચીનમાં કોણ આગળ છે?

Aukus Nuclear Submarines: અમેરિકા અને બ્રિટનની સાથે જયારથી ઓસ્ટ્રેલિયાએ એક ડીલની જાહેરાત કરી છે. ત્યારથી પરમાણુ સબમરીન પર દુનિયાભરમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આ સબમરીન તબાહી મચાવી શકે છે અને બીજા સબમરીનની સરખામણીમાં વધારે સમય સુધી પાણીમાં રહી શકે છે.

Nuclear Submarine: દુનિયામાં માત્ર 6 દેશોની પાસે છે પરમાણુ સબમરીન, જાણો ભારત-ચીનમાં કોણ આગળ છે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમેરિકા અને બ્રિટનની સાથે જયારથી ઓસ્ટ્રેલિયાએ એક ડીલની જાહેરાત કરી છે. ત્યારથી પરમાણુ સબમરીન પર દુનિયાભરમાં ચર્ચા કરવામાં આવી રહી છે. આ સબમરીન તબાહી મચાવી શકે છે અને બીજા સબમરીનની સરખામણીમાં વધારે સમય સુધી પાણીમાં રહી શકે છે. અમેરિકા અને બ્રિટનને ઓસ્ટ્રેલિયાની સાથે રક્ષા ડીલ કર્યા પછી પોતાના સહયોગીઓને ટીકાનો સામનો કરવો પડે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટીશ પીએમ બોરિસ જોન્સન અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને બુધવારે આ ડીલની જાહેરાત કરી હતી. જે અંતર્ગત અમેરિકા અને બ્રિટન ઓસ્ટ્રેલિયાને પરમાણુ સબમરીન બનાવવાની ટેકનિક પ્રદાન કરશે.

ડીલની જાહેરાત કરતાં મોરિસને કહ્યું કે ઓસ્ટ્રેલિયા બ્રિટન અને અમેરિકાના નજીકના સહયોગથી એડિલેડમાં સબમરીનનું નિર્માણ કરવા માગે છે. મોરિસને કહ્યું કે મને આ સ્પષ્ટ કરવા દો. ઓસ્ટ્રેલિયા પરમાણુ હથિયાર હથિયાર હાંસલ કરવા કે અસૈન્ય પરમાણુ ક્ષમતા સ્થાપિત કરવાની માગણી કરી રહ્યું નથી. અમે પોતાની બધા પરમાણુ અપ્રસાર જવાબદારીઓને પૂરી કરવાનું ચાલુ રાખીશું. જોકે અચાનક કરવામાં આવેલી આ ડીલ વિશે જાણીને ફ્રાંસ નારાજ થઈ ગયું છે.

અમેરિકા પાસે છે સૌથી વધારે પરમાણુ સબમરીન:
ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ પ્રમાણે અમેરિકાની પાસે અન્ય પાંચ દેશોની સરખામણીએ સૌથી વધારે પરમાણુ સબમરીન છે. અમેરિકા પછી સૌથી વધારે સબમરીન રશિયાની પાસે છે. અમેરિકાની પાસે 68 સબમરીન છે. જેમાં 14 પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલ સબમરીન અને 54 પરમાણુ શક્તિ સંચાલિત અટેક સબમરીન છે. રશિયાની પાસે 29 સબમરીન છે. જેમાં 11 પરમાણુ પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલ અને 18 પરમાણુ શક્તિ સંચાલિત અટેક સબમરીન છે. ચીનની પાસે 12 સબમરીન છે. જેમાં 6 બેલેસ્ટિક મિસાઈલ સબમરીન અને 6 પરમાણુ શક્તિ સંચાલિત અટેક સબમરીન છે.

ઓસ્ટ્રેલિયા બનશે દુનિયાનો સાતમો દેશ:
બ્રિટનની પાસે 11 સબમરીન છે. 4 પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલ સબમરીન અને 7 પરમાણુ શક્તિ સંચાલિત અટેક સબમરીન છે. ફ્રાંસની પાસે 8 સબમરીન છે. જેમાં 4 પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઈલ સબમરીન અને 4 પરમાણુ શક્તિ સંચાલિત અટેક સબમરીન છે. ભારતની પાસે 1 પરમાણુ સબરીન છે હવે આ નવી ડીલ પછી ઓસ્ટ્રેલિયા પરમાણુ સબમરીન ધરાવતો દુનિયાનો સાતમો દેશ બની જશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news