ઓમિક્રોન ઘાતક નથી, ચિંતા કરતા નહીં, વૈજ્ઞાનિકોએ આપી સૌથી મોટી ખુશખબર


દક્ષિણ આફ્રિકાથી પ્રાપ્ત ડેટા દર્શાવે છે કે કોવિડના ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત 80 ટકા ઓછી હતી. 
 

ઓમિક્રોન ઘાતક નથી, ચિંતા કરતા નહીં, વૈજ્ઞાનિકોએ આપી સૌથી મોટી ખુશખબર

વોશિંગ્ટનઃ વૈજ્ઞાનિકોએ શ્રેણીબદ્ધ અભ્યાસોમાં શોધી કાઢ્યું છે કે કોવિડ-19ના અન્ય પ્રકારો કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક છે કારણ કે તે ફેફસાંને વધુ નુકસાન કરતો નથી. યુ.એસ. અને જાપાનના વૈજ્ઞાનિકોએ ઉંદરો અને સમાન દેખાતા હેમ્સ્ટર પરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોનાના અન્ય વેરિએન્ટની તુલનામાં ઓમિક્રોનથી ચેપગ્રસ્ત લોકોના ફેફસાંને ઓછું નુકસાન થાય છે, વજન ઓછુ ઘટે છે અને મોતની આશંકા ઓછી હોય છે. 

ડેલી મેલના રિપોર્ટ અનુસાર, અભ્યાસમાં સામે આવ્યું કે બીજા વેરિએન્ટના મુકાબલે ઓમિક્રોનથી સંક્રમિત ઉંદરના ફેફસામાં વાયરસની હાજરી દસ ગણી ઓછી હતી. એટલું જ નહીં ઓમિક્રોન ફેફસામાં ખુબ ધીમી ગતિથી ફેલાય છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગના સંશોધકો દ્વારા ઓમિક્રોનથી ચેપગ્રસ્ત પેશીઓ પર કરવામાં આવેલ અભ્યાસ પણ આ નિષ્કર્ષને સમર્થન આપે છે.

દક્ષિણ આફ્રિકાથી પ્રાપ્ત ડેટા દર્શાવે છે કે કોવિડના ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત 80 ટકા ઓછી હતી. બ્રિટનની હેલ્થ એન્ડ સેફ્ટી દ્વારા હાથ ધરવામાં આવેલા સમાન અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે ઓમિક્રોનથી સંક્રમિત લોકોના જીવનનું જોખમ 70 ટકા જેટલું ઘટી જાય છે. બર્લિન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના કોમ્પ્યુટેશનલ બાયોલોજીસ્ટ રોનાલ્ડ એલિસ કહે છે, "અભ્યાસો દર્શાવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ફેફસાંને ઓછું નુકસાન પહોંચાડે છે."

જો કે, WHO અનુસાર, કોરોનાનું ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા કરતા વધુ ઝડપથી ફેલાય છે. ડેલ્ટા વેરિઅન્ટને કારણે છેલ્લા કેટલાક મહિનામાં વિશ્વભરમાં ચેપના કેસમાં વધારો થયો છે. તાજેતરમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના વડાએ કહ્યું હતું કે તેઓ ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ્સને કારણે કોવિડ ચેપની સુનામીની સંભાવનાને લઈને ચિંતિત છે. તેમણે એમ પણ કહ્યું કે પ્રારંભિક આંકડાઓને સંપૂર્ણ રીતે સ્વીકારવું ખૂબ જ વહેલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news