ઇમરાન ખાનની પાર્ટીના ધારાસભ્યોએ પંજાબ વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પર કર્યો હુમલો, માર્યા લાફા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભા શનિવારે તે સમયે જંગનો અખાડો બની ગઇ, જ્યારે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના નેતાઓએ ડેપ્યુટી સ્પીકર પર હુમલો કરી દીધો. પીટીઆઇ નેતાઓના હુમલામાં ડેપ્યુટી સ્પીકર મિત્ર મોહમંદ મજરીને ઇજા પહોંચી છે.

ઇમરાન ખાનની પાર્ટીના ધારાસભ્યોએ પંજાબ વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પર કર્યો હુમલો, માર્યા લાફા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વિધાનસભા શનિવારે તે સમયે જંગનો અખાડો બની ગઇ, જ્યારે ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના નેતાઓએ ડેપ્યુટી સ્પીકર પર હુમલો કરી દીધો. પીટીઆઇ નેતાઓના હુમલામાં ડેપ્યુટી સ્પીકર મિત્ર મોહમંદ મજરીને ઇજા પહોંચી છે. હાલ તેમને પહોંચેલી ઇજા વિશે વધુ જાણકારી પ્રાપ્ત થઇ નથી. કહેવામાં આવી રહ્યું છે કે પીટીઆઇના ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરને લાફા માર્યા અને વાળ ખેંચ્યા. સ્પીકરને સુરક્ષિત નિકાળવામાં આવ્યા છે. 

પંજાબના નવા મુખ્યમંત્રી ચૂંટવા માટે જ્યારે ડેપ્યુટી સ્પીકર મિત્ર મોહંમદ મજારી સદનની અધ્યક્ષતા કરવા આવ્યા તો ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇના ધારાસભ્યોએ તેમની સાથે મારઝૂડ કરી. જાણકારી અનુસાર પીટીઆઇના ધારાસભ્યોએ તેમના પર લોટા ફેંક્યા. આ દરમિયાન ત્યાં સિક્યોરિટી ગાર્ડ્સ પણ હાજર હતા. પંજાબ વિધાનસભા સત્ર સવારે 11:30 વાગે શરૂ થવાનું હતું પરંતુ પીટીઆઇના સભ્યોની ગેરહાજરીના કારણે સ્થગિત થઇ ગઇ હતી.  

પીટીઆઇ ધારાસભ્ય પોતાની સાથે લોટા લઇને આવ્યા હતા અને ત્યારબાદ લોટા-લોટા બૂમો પાડવા લાગ્યા હતા. આ તે નેતાઓ પર કટાક્ષ કર્યો હતો, જેમણે ઇમરાન ખાનની પાર્ટી છોડીને વિપક્ષનું સમર્થન કર્યું હતું.  

— Sania Ashiq (@SaniaaAshiq) April 16, 2022

લાહોર હાઇકોર્ટના આદેશ બાદ પંજાબમાં નવા મુખ્યમંત્રી માટે ચૂંટણી કરાવવા માટે સત્ર બોલાવવામાં આવ્યું હતું. મુકાબલા હમજા શાહબાજ અને ચૌધરી પરવેજ ઇલાહી વચ્ચે થવાનો હતો. જે સત્રમાં નવા મુખ્યમંત્રી ચૂંટવાના હતા, તેની અધ્યક્ષતા મિત્ર મોહંમદ મજરી કરી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું હતું કે હમજા શાહબાજ અને પરવેજ ઇલાહી વચ્ચે કાંટાની ટક્કર થશે. હમજા પીએમએલ-એન અને અન્ય પાર્ટીઓના ઉમેદવાર છે. જ્યારે પીએમએલ-ક્યૂના ઇલાહીને ઇમરાનની પાર્ટી પીટીઆઇને સમર્થન આપી રહી છે. 

શનિવારે સત્ર લાહોર હાઇકોર્ટના બુધવારના આદેશ અનુસાર થઇ રહ્યું હતું, જેમાં તેમણે જલદી ચૂંટણી કરાવવા અને ડેપ્યુટી સ્પીકરની શક્તિઓને બહાલ કરવાની હમજાની અરજીને નકારી કાઢી હતી. ડેપ્યુટી સ્પીકરના અધિકાર ગત અઠવાડિયે પરત લેવામાં આવ્યા હતા. તેમને કોર્ટે 16 એપ્રિલના રોજ ચૂંટણી કરાવવા માટે કહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news