ગુજરાતમાં ગેંગસ્ટર એક્ટ ક્યારે? જેનાથી થરથર કાંપે ગુંડાઓ, જાણો એક્ટ વિશે

Gangster Act In Gujarat: ગુજરાતમાં ગેંગસ્ટર એક્ટ ક્યારે આવશે. ગુજરાતમાં તોફાનીઓને કાબૂમાં રાખવા તેમને પાઠ ભણાવવા ગેંગસ્ટર એક્ટ ક્યારે આવશે? ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગેંગસ્ટર એક્ટ લાગુ કર્યો છે

ગુજરાતમાં ગેંગસ્ટર એક્ટ ક્યારે? જેનાથી થરથર કાંપે ગુંડાઓ, જાણો એક્ટ વિશે

ઝી મીડિયા બ્યુરો: ગુજરાતમાં ગેંગસ્ટર એક્ટ ક્યારે આવશે. ગુજરાતમાં તોફાનીઓને કાબૂમાં રાખવા તેમને પાઠ ભણાવવા ગેંગસ્ટર એક્ટ ક્યારે આવશે? ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગેંગસ્ટર એક્ટ લાગુ કર્યો છે. આ એક્ટ મુજબ તોફાની તત્વો, માફિયાઓ, વ્યાજખોરો, દુષ્કર્મીઓ, ગુંડાઓ અને અસામાજિક તત્વોની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવે છે અને તે સંપત્તિ ગેરકાયદે કમાણીથી ઊભી કરી હોવાનું માનીને તોડી પાડવામાં આવે છે. આરોપીઓનું ઘર હોય, દુકાન હોય કે બીજી કોઈ પણ સંપત્તિ તે તોડી પાડવામાં આવે છે.

શું છે યૂપીનો ગેંગસ્ટર એક્ટ?
2021માં યોગી સરકારે કડક બનાવ્યો આ એક્ટ
અસામાજિક તત્વોની સંપત્તિ જપ્ત કરી લેવાય છે
અપરાધથી સંપત્તિ મેળવી હોવાની કલમ લાગે છે
બેનંબરની સંપત્તિ બનાવી હોવાનું માની લેવાય છે
આરોપીના ઘર સહિતની મિલકતોને તોડી પડાય છે
તોફાની તત્વો સામે લગાડાય છે આ એક્ટ
માફિયાઓ વિરુદ્ધ લગાવાય છે આ એક્ટ
ગુંડાઓ વિરુદ્ધ લગાવાય છે ગેંગસ્ટર એક્ટ
આરોપીનું ઘર, દુકાન, કોમ્પ્લેક્ષ તોડી પડાય છે
આરોપીની તમામ સંપત્તિ જપ્ત કરી લેવાય છે
વ્યાજખોરો અને રીઢા ગુનેગારો માટે છે આ એક્ટ
અપરાધથી સંપત્તિ એકઠી કરીને તેને જપ્ત કરાય છે
કાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવાય છે
ગુજરાતમાં માત્ર દબાણો જ તોડી શકાય છે
અપરાધીકરણ રોકવા ગેંગસ્ટર એક્ટ અસરકારક

ગુજરાતમાંથી અસામાજિક તત્વોના દબાણ પર પદ્મભૂષણ સંત સ્વામી સચ્ચિદાનંદે જણીવ્યું હતું કે, 'ગુજરાતમાંથી અસામાજિક તત્વોના દબાણો દૂર થવા જોઈએ'. 'અસામાજિક તત્વો દબાણ કર્યા બાદ ગુંડાગર્દી અને તોફાનો કરે છે'. 'ગુજરાતને ફરી શાંતિ અને સુરક્ષાનું કેન્દ્ર બનાવવું જોઈએ'.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news