પાકિસ્તાનમાં ચૂંટણી બની લોહિયાળ; ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ, 31ના મોત 

પાકિસ્તાનમાં આજે  મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ક્વેટા શહેરમાં એક મતદાન કેન્દ્ર બહાર આત્મઘાતી વિસ્ફોટમાં 28 લોકો સહિત દેશના અન્ય ભાગોમાં થયેલી હિંસાના ઘટનાક્રમમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત નિપજ્યાં છે અને અન્ય 36 લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનમાં ચૂંટણી બની લોહિયાળ; ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ, 31ના મોત 

કરાચી/પેશાવર: પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ક્વેટા શહેરમાં એક મતદાન કેન્દ્ર બહાર આત્મઘાતી વિસ્ફોટમાં 28 લોકો સહિત દેશના અન્ય ભાગોમાં થયેલી હિંસાના ઘટનાક્રમમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત નિપજ્યાં છે અને અન્ય 36 લોકો ઘાયલ થયા છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબાર મુજબ દેશના અશાંત એવા બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં બાઈપાસ પાસે એક પોલીસવાનને નિશાન બનાવવામાં આવતા આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યો. જેમાં પાંચ પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા અને 30 લોકો ઘાયલ થયાં. 

ક્વેટા બલૂચિસ્તાન પ્રાંતની પ્રાંતીય રાજધાની છે. અહેવાલમાં જણાવાયું છે કે ક્વેટાના ઈસ્ટર્ન બાઈપાસ નજીક પોલીસ વાનને નિશાન બનાવવામાં આવતા વિસ્ફોટ કરાયો. આ હુમલો સુરક્ષા દળોના વાહનોને નિશાન બનાવીને કરાયો, ચૂંટણી પ્રક્રિયાને નહીં. જિયો ન્યૂઝે પોલીસના એક પ્રવક્તાના હવાલે કહ્યું છે કે આત્મઘાતી હુમલાખોર મતદાન કેન્દ્રમાં ઘૂસવા માંગતો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ ડીઆઈજ0ી અબ્દુલ રજ્જાક ચીમાના કાફલા ઉપર હુમલો કરાયો. હુમલામાં ડીઆઈજી બચી ગયાં. 

ખેબર પખ્તૂનખા પ્રાંતના સ્વાબી જિલ્લામાં એક મતદાન કેન્દ્રની બહાર બે હરીફ દળોના સમર્થકો વચ્ચે ફાયરિંગ થયું જેમાં પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફનો એક કાર્યકર્તા માર્યો ગયો અને બે ઘાયલ થયાં. પોલીસના જણાવ્યાં મુજબ નવા કલ્લી વિસ્તારમાં એનએ19 અને પીકે 47ના ચૂંટણી માટે એક મતદાન કેન્દ્ર બહાર ઈમરાનની પાર્ટીના કાર્યકર્તાઓ અને અવામી નેશનલ પાર્ટીના સમર્થકો વચ્ચે ઝડપ થઈ હતી. ખબરમાં કહેવાયું છે કે એનએ 219 દિધરી વિસ્તારમાં મીરપુર ખાસ મતદાન કેન્દ્ર બહાર ફાયરિંગમાં અન્ય એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું છે. એક અન્ય ઘટનામાં લડકાનામાં એક રાજનીતિક શિબિર બહાર ફટાકડાના વિસ્ફોટમાં ચાર લોકો ઘાયલ થયાં. 

વિસ્ફોટ બાદ લડકાના એનએ-200 / પીએસ 11 પર મતદાન રોકી દેવાયું. પાકિસ્તાનમાં સ્થાનિક સમય મુજબ આજે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મતદાન પૂરું  થયા બાદ તરત મતગણતરી કરાશે અને 24 કલાકની અંદર તો  પરિણામ પણ જાહેર કરી દેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news