Pakistan Election Results: જેલમાં બેઠા બેઠા ઈમરાન ખાને ખેલ પાડ્યો? પાકિસ્તાનમાં રિંગણ-બોટલ આગળ ઘાયલ થયો 'ટાઈગર'

Pakistan Voting Results Imran Khan: અડધી રાત બાદ પાકિસ્તાન ચૂંટણી પરિણામોની અપડેટથી સોશિયલ મીડિયા છલકાઈ ગયું. ઈમરાન ખાનની પાર્ટીએ 150થી વધુ બેઠકો પર લીડનો દાવો કર્યો છે. 

Pakistan Election Results: જેલમાં બેઠા બેઠા ઈમરાન ખાને ખેલ પાડ્યો? પાકિસ્તાનમાં રિંગણ-બોટલ આગળ ઘાયલ થયો 'ટાઈગર'

Pakistan Voting Results Imran Khan: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો આવી રહ્યા છે. રિંગણ- બોટલ, ખાટલો, વાટકી જેવા ચૂંટણી ચિન્હવાળા ઉમેદવારો જીતી ગયા છે. એટલે કે અપક્ષ ઉમેદવારોએ કમાલ કરી નાખ્યો છે. આ તમામ જેલમાં બંધ ઈમરાન ખાનની પાર્ટીના ઉમેદવારો હતા જેમને પીટીઆઈનું ચૂંટણી ચિન્હ ન મળવાના કારણે આવા ચૂંટણી ચિન્હો પર ચૂંટણી લડવી પડી. અડધી રાત બાદ પાકિસ્તાન ચૂંટણી પરિણામોની અપડેટથી સોશિયલ મીડિયા છલકાઈ ગયું. ઈમરાન ખાનની પાર્ટીએ 150થી વધુ બેઠકો પર લીડનો દાવો કર્યો છે. 

ટાઈગર બનવાની કોશિશ કરી રહેલા નવાઝ શરીફનું ફરીથી વઝીર એ આઝમ બનવાનું સપનું જાણે ચકનાચૂર થયું છે. તેમને સેનાનો સપોર્ટ હતો. પરંતુ ઈમરાન ખાન સામે બધા આઉટ થઈ ગયા. જો કે હજુ અધિકૃત રીતે પરિણામ જાહેર થયા નથી અને ઈમરાન ખાનનું જૂથ ધાંધલીની આશંકા પણ વ્યક્ત કરી રહ્યું છે. તેનું કહેવું છે કે પીટીઆઈને બહુમત મળતો જોઈને જાણી જોઈને પરિણામોમાં વિલંબ કરાઈ રહ્યો છે. 

ઈમરાન ખાનના ટ્વીટર હેન્ડલથી અડધી રાતે એક ટીવી ગ્રાફિક્સ શેર કરવામાં આવ્યું હતું જેમાં દેખાડવામાં આવ્યું હતું કે પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારો 125 બેઠકો પર આગળ છે. બાદમાં આ આંકડો 150થી ઉપર જતો રહ્યો. નવાઝ શરીફની પીએમએલ-એનને 44 જ્યારે બિલાવલ ભુટ્ટો જરદારીની પાર્ટીને ફક્ત 28 બેઠકો મળતી જોવા મળે છે. 

It is now critical to guard the vote by getting Form 45. pic.twitter.com/p8BZZBzsug

— Imran Khan (@ImranKhanPTI) February 8, 2024

જેલમાં છે ઈમરાન ખાન
વહેલી સવારે ઈમરાન ખાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી એક વીડિયો શેર કરીને દાવો કરાયોકે પંજાબ, ખૈબર પખ્તુનખ્વાની સાથે સાથે કેન્દ્રમાં પીટીઆઈની સરકાર બનવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ  થઈ રહ્યા છે જેમાં ઈમરાન ખાનને પાકિસ્તાનના સૌથી લોકપ્રિય નેતા ગણાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનની ચૂંટણી પર નજર રાખતા અનેક વિશેષજ્ઞોએ લખ્યું છે કે પાકિસ્તાનની સેનાએ અમેરિકાની ખુલીને ટીકા કરનારા ઈમરાન ખાનને રોકવા માટે દરેક શક્ય કોશિશ કરી પરંતુ પરિણામોથી તેઓ ખુશ નહીં હોય. 

પીટીઆઈના ચેરમેન બેરિસ્ટર ગૌહર અલી ખાને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 150થી વધુ સીટો જીતવાનો દાવો કર્યો છે. જો આ પરિણામો જાહેર થાય તો અપક્ષ ઉમેદવારોના દમ પર ઈમરાન ખાનની પાર્ટીને બહુમત મળી જશે. ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાનને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરાયા હતા. એક કેસમાં 10 વર્ષ અને બીજા કેસમાં 14 વર્ષ તથા ત્રીજા કેસમાં 7 વર્ષની સજા થઈ હતી. તેમની પાર્ટીને ક્રિકેટ  બેટ ચૂંટણી ચિન્હ વાપરતા પણ રોકવામાં આવી, આમ છતાં આ પ્રકારના પરિણામો પાકિસ્તાનની સાથે સાથે સમગ્ર દુનિયાને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. 

શરીફ ટેન્શનમાં
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનને આકરો પડકાર મળ્યો છે. જેને શરીફનો ગઢ માનવામાં આવે છે. આવામાં ઈમરાન ખાનનો એક જૂનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. પૂર્વ ક્રિકેટરે ત્યારે કહ્યું હતું કે હું ઈચ્છુ છું કે નવાઝ શરીફ ચૂંટણીમાં ઉતરે, હું તેમનું રાજકારણ ખતમ કરી દઈશ. 

— Babar Azam World (@Babarazam958) February 9, 2024

અત્રે જણાવવાનું કે નવી સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટીને નેશનલ એસેમ્બલીની 265 બેઠકોમાંથી 133 બેઠકો જીતવી પડે. પીટીઆઈએ દાવો કર્યો છે કે ખાનના સપોર્ટરોના જીતવાના કારણે દેશભરમાં ચૂંટણી પરિણામોમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તેમને બહુમત તો મળી ચૂક્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news