કરતારપુરની આડમાં પાકિસ્તાનનું ભયંકર ષડયંત્ર? PAK રેલ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
પાકિસ્તાન દેખાડા માટે ભલે આતંકની વિરુદ્ધ અને શાંતિની વાત કરતું હોય પરંતુ દર વખતે તેનું બેવડું ચરિત્ર સામે આવે છે. કરતારપુર કોરિડોર માટે પણ તેનું એવું જ વલણ છે.
Trending Photos
નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાન દેખાડા માટે ભલે આતંકની વિરુદ્ધ અને શાંતિની વાત કરતું હોય પરંતુ દર વખતે તેનું બેવડું ચરિત્ર સામે આવે છે. કરતારપુર કોરિડોર માટે પણ તેનું એવું જ વલણ છે. કરતારપુર કોરિડોર પર પાકિસ્તાન સાથે ચાલી રહેલી વાતચીત વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનથી લઈને રેલમંત્રી શેખ રશિદ અહેમદે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે કરતારપુર કોરિડોરમાં સીખ યાત્રાળુઓ માટે બનાવવામાં આવનારા ટ્રેન સ્ટેશનનું નામ ખાલિસ્તાન સ્ટેશન રાખવું જોઈએ. તેમના આ નિવેદનથી સ્પષ્ટ છે કે પાકિસ્તાન પરોક્ષ રીતે ખાલિસ્તાન આતંકીઓના સમર્થનમાં છે.
પાકિસ્તાનના રેલમંત્રી શેખ રાશિદ અહેમદે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કરતારપુર કોરિડોર મુદ્દે વાત કરતા કહ્યું કે કરતારપુરનું નામ ખાલિસ્તાન સ્ટેશન રાખવું જોઈએ. હું જૂનો શેખ રાશિદ હોત તો તેનું નામ ખાલિસ્તાન સ્ટેશન રાખી દેત. હવે હું જવાબદાર છું આથી આ અંગે હું વિદેશ મંત્રાલય સાથે વાત કરીશ. સમાચાર એજન્સી આઈએએનએસએ પણ સૂત્રોના હવાલે કહ્યું કે આ મુદ્દે ભારત પાકિસ્તાનને જણાવશે કે ભારત વિરોધી તત્વો દ્વારા ભાગલાવાદી પ્રચાર માટે તીર્થસ્થાનોનો ઉપયોગ કરવો જોઈએ.
અહેમદનું આ વિવાદાસ્પદ નિવેદન એવા સમયમાં આવ્યું છે કે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધમાં વધેલા તણાવની વચ્ચે પાકિસ્તાનના કરતારપુર શહેરમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબને પંજાબના ગુરદાસપુર શહેર સાથે જોડનારા કોરિડોરને જલદી શરૂ કરવા માટે ભારત અને પાકિસ્તાન સહમતિ જતાવી રહ્યાં છે.
ગત ગુરુવારે કોરિડોર બનાવવાની રીતને અંતિમ સ્વરૂપ આપવાના હેતુથી ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે અટારી-વાઘા સરહદ પર ભારતમાં બેઠક થઈ. જો કે પાકિસ્તાન આ મુદ્દે અનેક અડિંગા જમાવી રહ્યો છે. કારણ કે કરતારપુરના ઐતિહાસિક સીખ ધર્મસ્થળની યાત્રા પર જનારા તીર્થયાત્રીઓની સંખ્યા સીમિત કરવાની કોશિશમાં છે.
લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV
હકીકતમાં ભારતે બંને દેશોના અધિકારીઓની બેઠક દરમિયાન રોજ 5000 યાત્રાળુઓને વગર વીઝાએ પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારા જવા દેવાની માગણી કરી હતી. પરંતુ ત્યારબાદ પાકિસ્તાન તરફથી આવેલા નિવેદનમાં કહેવાયું કે પાકિસ્તાન હવે પ્રસ્તાવિત કોરિડોર સુવિધા પર અનેક પાબંદીઓ લગાવવાનો પ્રયત્ન કરે છે જેમાં યાત્રાળુઓની સંખ્યા સિમિત કરીને રોજ 500 કરવી, યાત્રાળુઓને પગપાળા મુસાફરી ન કરવા દેવી, વિશેષ પરમિટ જારી કરવી વગેરે સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે