Imran Khan Arrest: ઇમરાન ખાનની ધરપકડ બાદ પીએમ શરીફનું દેશના નામે સંબોધન, પ્રદર્શનકારોને આપી ચેતવણી

Shehbaz Sharif News: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે દેશને સંબોધિત કરતા કહ્યું કે સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવું દેશની દુશ્મની છે. 

Imran Khan Arrest: ઇમરાન ખાનની ધરપકડ બાદ પીએમ શરીફનું દેશના નામે સંબોધન, પ્રદર્શનકારોને આપી ચેતવણી

ઇસ્લામાબાદઃ Imran Khan Arrest: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે દેશને સંબોધિત કરતા કહ્યું કે સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવું દેશની મુશ્મની છે. પાકિસ્તાનના 75 વર્ષના ઈતિહાસમાં આવું ક્યારેય થયું નથી. એમ્બ્યુલન્સમાંથી દર્દીઓને બહાર કાઢી આગ લગાવવામાં આવી. 75 વર્ષમાં પાકિસ્તાનના જે અસલી દુશ્મન ન કરી શક્યા તે આ લોકોએ કરી દેખાડ્યું છે. દેશના દુશ્મન અને ગુંડાઓને ચેતવણી આપુ છું કે કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

પોતાના સંબોધનમાં શાહબાઝ શરીફે ઈમરાન ખાનને વારંવાર ઈમરાન નિયાઝી કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે ઈમરાનના અત્યાચારી શાસન દરમિયાન ધરપકડો થઈ હશે. ઈમરાનના શાસનમાં બદલાની કાર્યવાહી થતી હતી. ઈમરાન નિયાઝીની સરકારમાં ચાર વર્ષમાં એક પણ કેસ થતા નહોતા, ચહેરો જોવામાં આવતો હતો કે કોને જેલમાં મોકલવા છે.  ઈમરાન નિયાઝી કહેતા હતા કે કાલે એક વિકેટ પડી હશે તો એ વિકેટ પડી જતી હતી.

— ANI (@ANI) May 10, 2023

પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે ઘણા વિપક્ષા નેતા ઇમરાન નિયાઝીની સરકારમાં જેલમાં હતા. માત્ર આરોપ લાગવા પર ધરપકડ થઈ જતી હતી. રાણા સનાઉલ્લાહ પર 15 કિલો હીરોઈન નાખી દેવામાં આવી. અમે અને અમારા સાથીઓ NABમાં રજૂ થવાના પીડિત છીએ. અમારા પર લાગેલા આરોપોમાંથી એક પણ સાચો સાબિત થયો નથી. માત્ર પાકિસ્તાનથી જ નહીં પરંતુ બ્રિટનમાંથી પણ તપાસ થઈ હતી. યુકેની એજન્સીએ અમને ક્લીનચીટ આપી છે. અમે ક્યારેય કાયદાનો સામનો કરવાનો ઇનકાર કર્યો નથી. હંમેશા કાયદા અને કોર્ટ સમક્ષ હાજર થયા.

શરીફે કહ્યું કે સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન એ દેશની દુશ્મની છે. ઈમરાન નિયાઝીની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 60 અબજનો મામલો એક પરબિડીયુંમાં સીલ કરીને કેબિનેટ દ્વારા કેવી રીતે મંજૂર કરવામાં આવ્યો તે ગંભીર પ્રશ્ન છે. અમે કોઈપણ ધરપકડ પર ખુશી વ્યક્ત કરી શકતા નથી. આ જીવનની મુશ્કેલ ક્ષણ હોય છે જેમાંથી અમે પસાર થયા છીએ. ઈમરાન નિયાઝી અને પીટીઆઈએ સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન કરીને જાહેર દુશ્મનાવટનો ગુનો કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news