ગોંડલમાં ચોકીદારી કરતા આધેડને આખલાએ ઢીંકે ચડાવ્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ગોંડલ કડીયા લાઇન વાંજા શેરીમાં રાતે ત્રણેક વાગ્‍યે ચોકીદારી કરતા નેપાળી ગુરખાજી આધેડને આખલાએ 7 થી 8 વાર ઢીંકે ચડાવી દેતાં માથામાં ગંભીર ઇજા થવા પામી હતી

ગોંડલમાં ચોકીદારી કરતા આધેડને આખલાએ ઢીંકે ચડાવ્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ઝી બ્યુરો/ગોંડલ: ગોંડલમાં રખડતા ભટકતા આખલાનો આંતક યથાવત જોવા મળ્યો છે. ત્યારે વધુ એક વખત આખલાએ એક વ્‍યક્‍તિને ઢીંકે ચડાવી દેતાં તે લોહીલુહાણ અને બેભાન થઇ ગયા હતાં. તેમને ગોંડલ સારવાર અપાવી રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતો. 

બનાવની વિગતો મુજબ ગોંડલ કડીયા લાઇન વાંજા શેરીમાં રાતે ત્રણેક વાગ્‍યે ચોકીદારી કરતા નેપાળી ગુરખાજી આધેડને આખલાએ 7 થી 8 વાર ઢીંકે ચડાવી દેતાં માથામાં ગંભીર ઇજા થવા પામી હતી.આજુબાજુ લોકો એકઠા થઈ જતા ગંભીર ઈજાગ્રસ્ત નેપાળી આધેડને 108 મારફત ગોંડલની સરકારી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ ગોંડલ સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ આખલાએ સુમસામ રાત્રીમાં મચાવેલ આંતકના CCTV સોશિયલ મિડીયામાં વાયરલ થવા પામ્યા હતા.  જેમને લઈને ગોંડલમાં રખડતા ભટકતા આખલાના આંતકના વધતા જતા બનાવોને લઈને શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news