લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે: મેલી વિદ્યા અને મુઠ ઉતારવાના નામે ભુવાએ 31 લાખ પડાવ્યા

'તમારા ઉપર કોઈએ મૂઠ મારી છે જેના કારણે તમારા ધંધામાં બરકત આવતી નથી, તમારા ઘરમાં સતત બિમારી રહે છે, તમારા ઘરમાં ધન છૂપાયેલું છે અને તેના ઉપર નાગ બેઠો છે તેની વિધિ કરવી પડશે તેમ અનેક નાટક કરીને ભૂવાએ એક પરિવાર સાથે છેતરપીંડી કરી છે.

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે: મેલી વિદ્યા અને મુઠ ઉતારવાના નામે ભુવાએ 31 લાખ પડાવ્યા

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતીમાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આ પંક્તિ સાચી ઠરી છે. મુઠ ઉતારવાના બહાને અને ધન અપાવીશ તેમ કહી ભૂવાએ પરિવાર પાસેથી 31 લાખ પડાવી લીધા છે. ધર્મના નામે ધતિંગ કરતા વધુ એક ભૂવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ  છે. ગાંધીનગરના અનોડિયાના મહાઠગ દલપતે મેલી વિદ્યા અને મૂઠ ઉતારવાના નામે 31 લાખ રૂપિયા પડાવ્યા છે. 

આ ઘટનામાં ભોગ બનેલ પરિવારે જ્યારે પૈસા પરત માગ્યા તો ભૂવા અને તેના સાગરિતોએ જમીનમાં દાટી દઈશું તેમ કહીને ધમકી આપી હતી અને પૈસા કંઈ મળશે તેમ કહીને રવાના કરી દીધા હતા. આ ઘટનામાં મહિલાએ દલપતસિંહ રાઠોડ, હરપાલસિંહ દલપતસિંહ રાઠોડ અને જયપાલસિંહ દલપતસિંહ રાઠોડ (તમામ રહે.અનોડીયા, તા.માણસા, જિ.ગાંધીનગર) સામે ફરિયાદ નોંધાવી છે.    

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના એક પરિવારે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અનોડીયા ગામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પાંચ વર્ષ પહેલાં અને અત્યાર સુધી ભૂવાએ ટૂકડે ટૂકડે રૂા.31,96,454 રૂપિયા પડાવી લીધા હતા. જેમ તેમ કરીને ગુજરાન ચલાવતા મહિલાના મામાએ ઘરમાં અને ધંધામાં બરકત ન રહેતી હોવાથી અનોડીયામાં આવકાર ધામ ખાતે રહેતા દલપતસિંહ ભૂવાનું નામ આપ્યું હતું. બાદમાં પરિવાર ત્યાં ગયો હતો અને ભૂવાએ ઘરની સ્થિતિ કેમ સારી રહેતી નથી તેનું કારણ મૂઠ હોવાનું કહ્યું હતું. આ મૂઠ ઉતારવાની વિધિ કરવી પડશે અને તેનો 90,000 ખર્ચો થશે તેવી વાત કરી હતી. 

પરિવારે ભૂવાને એ રકમ પણ આપી દીધી હતી. જો કે,બાદમાં ફરિયાદી મહિલાના મામાનું કેન્સરથી મોત થયું હતું અને પરિવાર પણ અંધશ્રદ્વામાં ડૂબ્યો હતો. બાદમાં મહિલા પોતાના ભાઈ સાથે ભૂવા પાસે ગઈ હતી અને ભૂવાએ કહ્યું કે, તમારો ધંધો બરાબર ચાલતો નથી કેમ કે તમારા પાર્ટનરોએ મૂઠ મારી છે અને તે દૂર કરવી હશે તો વિધિ કરાવવી પડશે. ભૂવાના કહેવાથી મહિલા વિધિ કરાવવા તૈયાર થઈ ગઈ હતી અને ભૂવાએ ૨,૩૩,૩૧૪ ખર્ચ થશે તેમ કહ્યું હતું. પરિવાર ફરીથી એ રકમ લઈને ગયો હતો અને ભૂવાને આપી હતી. 

બાદમાં ભૂવાએ 15 દિવસ પછી મહિલાને ફોન કરીને કહ્યું હતું કે, તમારા ઘરમાં ધન છે પણ તેના ઉપર નાગ છે અને તેની વિધિ કરવી પડશે તેમ કહીને પૈસાની માગણી કરી હતી. બાદમાં ભૂવાએ અલગ અલગ વિધિ કરવાના બહાને પરિવાર પાસેથી 31 લાખ 96 હજાર 454 રૂપિયા પડાવી લીધા હતા. આ પરિવારને લાગ્યું કે પોતે છેતરાયા છે ત્યારે પૈસા પરત આપવા માગણી કરી તો ભૂવા અને તેના સાગરીતોએ કહ્યું કે, અહીંયા આવતા નહી, તમને જમીનમાં દાટી દઈશું તેમ કહીને રવાના થઈ જવા કહ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news