પાકિસ્તાનનું એ મંદિર...જ્યાં વનવાસ દરમિયાન રોકાયા હતા ભગવાન રામ, હવે તો હિન્દુઓ પૂજા પણ ન કરી શકે

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના માર્ગલ્લા હિલ્સમાં 16મી સદીના આ મંદિરને રામ મંદિર અને રામકુંડ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. જો કે આ મંદિરમાથી મૂર્તિઓ હટાવી દેવાઈ છે અને હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી નથી. આ મંદિર હવે પર્યટકો માટે ફરવાની જગ્યા બની ગયુ છે. 

પાકિસ્તાનનું એ મંદિર...જ્યાં વનવાસ દરમિયાન રોકાયા હતા ભગવાન રામ, હવે તો હિન્દુઓ પૂજા પણ ન કરી શકે

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની હાલ દુનિયાભરમાં ચર્ચા છે. અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા આજે શાનદાર રીતે થઈ. આ બધા વચ્ચે પાકિસ્તાન સ્થિત એક મંદિર પણ ચર્ચામાં છે. પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના માર્ગલ્લા હિલ્સમાં 16મી સદીના આ મંદિરને રામ મંદિર અને રામકુંડ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનું હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. જો કે આ મંદિરમાથી મૂર્તિઓ હટાવી દેવાઈ છે અને હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી નથી. આ મંદિર હવે પર્યટકો માટે ફરવાની જગ્યા બની ગયુ છે. 

ઈસ્લામાબાદમાં સોળવી સદીમાં બનેલા આ મંદિરમાં હિન્દુઓનું માનવું છે કે 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ તેમના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અહીં થોડા દિવસ રોકાયા હતા. મંદિર નજીક એક તળાવ પણ છે જેને રામકુંડ તરીકે ઓળખવામાં આવે છે. તેના વિશે એવી માન્યતા છેકે રામે અહીંથી પાણી પીધુ હતું. આ કુંડના કારણે જ આ મંદિરને રામકુંડ મંદિર કહે છે. 

લાગતા હતા મેળા
એક માળની આ મંદિરની ઈમારત લાલ ઈંટોથી બનેલી છે. તેની સામે એક ઊંચા મંચ છે જ્યાં એક સમયે રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ રાખવામાં આવી હતી. 1983 ના અધિકૃત રેકોર્ડ મુજબ ભગવાન રામના જીવનની સ્મૃતિમાં સ્થળની પાસે તાળાવ પાસે દર વર્ષે મેળા લાગતા હતા. દૂર દૂરથી આ મંદિરમાં હિન્દુઓ પૂજા માટે આવતા હતા. 1947માં ભાગલા બાદ પાકિસ્તાની અધિકારીઓએ પરિસરમાંથી મૂર્તિઓ હટાવી દીધી અન હિન્દુઓને મંદિરમાં પૂજા કરવાની મનાઈ ફરમાવી દીધી. 

વર્ષ 1960માં ઈસ્લામાબાદ શહેર બન્યા બાદ આ રામ મંદિર પરિસરને છોકરીઓની શાળામાં ફેરવી દેવાયું. હિન્દુ સમુદાયના વિરોધ બાદ શાળાને બીજા સ્થાને ખસેડી દેવાઈ. લાંબી લડાઈ બાદ 2006માં મંદિરને ખાલી કરાવવામાં આવ્યું પરંતુ હજુ હિન્દુઓને ત્યાં પૂજા કરવાની મંજૂરી નથી. મંદિરમાં હિન્દુઓને પૂજાનો અધિકાર મળે તે માટે સતત આંદોલન પણ થઈ રહ્યા છે. હાલ તો આ મંદિર પરિસર રેસ્ટોરન્ટ અને હસ્તશિલ્પ દુકાનોની એક પર્યટન પટ્ટીમાં સમેટાયેલું જોવા મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news