પાકિસ્તાન બન્યું ભિખારી: અધિકારીઓને મળતી ચા પણ અટકાવી દીધી

 પાકિસ્તાનમાં રૂપિયો શુક્રવારે ડોલરની તુલનાએ અત્યાર સુધીના ઇતિહાસનાં તળીયે પહોંચી ચુક્યું છે. બીજી તરફ કરાંચી શેરબજારમાં 800થી વધારે પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

પાકિસ્તાન બન્યું ભિખારી: અધિકારીઓને મળતી ચા પણ અટકાવી દીધી

કરાંચી : પાકિસ્તાનમાં રૂપિયો શુક્રવારે ડોલરની તુલનાએ અત્યાર સુધીના ઇતિહાસનાં તળીયે પહોંચી ચુક્યું છે. બીજી તરફ કરાંચી શેરબજારમાં 800થી વધારે પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. 
150ના સ્તર પર પહોંચ્યો
પાકિસ્તાની રૂપિયો 150ના સ્તર પર પહોંચી ચુક્યો છે. આઇએમએફથી લોન નહી મળવાની ભીતિના પગલે પાકિસ્તાની રૂપિયો સતત ઘટી રહ્યો છે. રૂપિયાના ગગડી રહેલા ભાવ માટે પાકિસ્તાનની કેન્દ્રીય બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) પણ કોઇ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી કરી રહ્યું. 

શેરબજારમાં પણ કડાકો
કરાંચી શેરબજારમાં પણ શુક્રવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 804.5 પોઇન્ટના ઘટાડા સાથે 33,166.6 ના સ્તર પર બંધ થયું હતું. હવે આઇએમએફ બોર્ડની બેઠક બાદ  સોમવારે શેરબજારની ચાલમાં વધારે ઘટાડો થઇ શકે છે. 
ચા પર પણ પ્રતિબંધ
લાહોર હાઇકોર્ટનાં અધિકારીઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. સરકારી ખર્ચ પર અધિકારી હવે ચા નહી પી શકે. હાઇકોર્ટે કહ્યું કે, નેતા અને સરકારી બાબુ ખજાનાઓનાં રક્ષક છે. તેઓ આ સરકારી ખજાનાનો ઉપયોગ પોતાનાં વ્યક્તિગત્ત ખર્ચાઓ માટે ન કરે. એટલા માટે બેઠકમાં ચા નહી પીવડાવવામાં આવે. કોર્ટ આ મુદ્દે આગામી સુનવણી 23 મેનાં રોજ કરશે. 
જીન્નાએ પણ કરી હતી મનાઇ
લાહોર હાઇકોર્ટના જસ્ટિસ અમીનુદ્દીન ખાસે કહ્યું કે, દેશના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાએ પણ સરકારી ખર્ચાથી ચા પીવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલા માટે આગામી સુનવણી સુધી કોઇ પ્રકારની સરકારી બેઠકમાં ચા પીરસવામાં નહી આવે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news