ભારતીય વિમાનોને જવાબ આપવા નીકળી પડેલા PAK વિમાનો ઊભી પૂંછડીએ ભાગ્યા હતાં, જાણો કારણ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પો પર ભારતીય વાયુસેના દ્વારા થયેલી હવાઈ કાર્યવાહીને ભારતીય વાયુસેનાની પશ્ચિમ કમાન્ડે અંજામ આપ્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઓપરેશનને લઈને પાકિસ્તાનની વાયુસેનાના હાડકાખોખરા થઈ રહ્યાં છે. પાક વાયુસેનાને એર સ્ટ્રાઈકના ઘણા સમય બાદ સમજમાં આવ્યું કે ભારતીય જંગી વિમાન જગુઆર બોમ્બવર્ષા કરી રહ્યું છે. ત્યારબાદ પાકિસ્તાનના ફાઈટર વિમાન એફ-16એ શરૂઆતમાં ઉડાણ તો ભરી પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોનું જબરદસ્ત ફોર્મેશન જોઈને તેઓ ઘર ભેગા  થઈ ગયાં. કારણ કે તેમને આભાસ હતો કે ભારતીય વાયુસેના તેમના વિમાનોને તોડી પાડશે. 
ભારતીય વિમાનોને જવાબ આપવા નીકળી પડેલા PAK વિમાનો ઊભી પૂંછડીએ ભાગ્યા હતાં, જાણો કારણ

નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના કેમ્પો પર ભારતીય વાયુસેના દ્વારા થયેલી હવાઈ કાર્યવાહીને ભારતીય વાયુસેનાની પશ્ચિમ કમાન્ડે અંજામ આપ્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઓપરેશનને લઈને પાકિસ્તાનની વાયુસેનાના હાડકાખોખરા થઈ રહ્યાં છે. પાક વાયુસેનાને એર સ્ટ્રાઈકના ઘણા સમય બાદ સમજમાં આવ્યું કે ભારતીય જંગી વિમાન જગુઆર બોમ્બવર્ષા કરી રહ્યું છે. ત્યારબાદ પાકિસ્તાનના ફાઈટર વિમાન એફ-16એ શરૂઆતમાં ઉડાણ તો ભરી પરંતુ ભારતીય વાયુસેનાના વિમાનોનું જબરદસ્ત ફોર્મેશન જોઈને તેઓ ઘર ભેગા  થઈ ગયાં. કારણ કે તેમને આભાસ હતો કે ભારતીય વાયુસેના તેમના વિમાનોને તોડી પાડશે. 

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ આ હુમલા બાદ પાકિસ્તાન તરફથી એફ 16 વિમાનોએ જવાબી કાર્યવાહી કરવાની કોશિશ કરી હતી પરંતુ ભારતીય સેનાનું જબરદસ્ત ફોર્મેશન જોઈને તેમણે પીછેહટ કરવી પડી હતી. અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેનાના 12 મિરાજ વિમાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને બાલાકોટ, ચિકોટી અને મુઝફ્ફાબાદમાં આતંકી લોન્ચ પેડ્સ પર 1000 કિલોના બોમ્બ ઝીંકી દીધા. આ હુમલામાં જૈશનો કંટ્રોલ રૂમ તબાહ થઈ ગયો. 

ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે વહેલી સવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એર સ્ટ્રાઈક કરીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના મુખ્ય ઠેકાણાઓને તબાહ કરવાની આ કાર્યવાહીનું પૂરેપૂરું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન ફાઈટર વિમાન જગુઆરે આખા ઓપરેશનનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાનોએ લેઝર ગાઈડેડ બોમ્બ દ્વારા હવાઈ કાર્યવાહી કરી. જેમાં 300થી વધુ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો. કહેવાઈ રહ્યું છે કે આ  હુમલામાં જૈશ મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન અને લશ્કર એ તૈયબાના આતંકીઓ માર્યા ગયા છે. 

આ બાજુ સૂત્રોનું માનીએ તો પીઓકેમાં હવાઈ કાર્યવાહી કરીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના મુખ્ય ઠેકાણાઓને તબાહ કર્યા બાદ ઈન્ડિયન એરફોર્સ હાઈ એલર્ટ પર છે. ભારત તરફથી વાયુસેનાને તેમના તમામ એર ડિફેન્સ સિસ્ટમોને આંતરરાષ્ટ્રીય બોર્ડરો અને એલઓસી પર હાઈએલર્ટ પર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે. આ સાથે જ નિર્દેશ અપાયા છે કે જો પાકિસ્તાની એરફોર્સ કોઈ પણ કાર્યવાહી કરે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ જાણકારી આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news