આ સંતરાના બે ફાડિયા કર્યા તો જે જોવા મળ્યું...લોકોના મગજ ચકરાવે ચડી ગયા, જુઓ Viral Video

Strange Orange Video: તમે દુનિયામાં અનેક ચોંકાવનારી ચીજો જોઈ હશે. સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ચોંકાવનારો વીડિયો કે ફોટો વાયરલ થતો રહે છે. પરંતુ આજે અમે તમને એક એવો વીડિયો દેખાડવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે ચોંકી જશો.

આ સંતરાના બે ફાડિયા કર્યા તો જે જોવા મળ્યું...લોકોના મગજ ચકરાવે ચડી ગયા, જુઓ Viral Video

Strange Orange Video: તમે દુનિયામાં અનેક ચોંકાવનારી ચીજો જોઈ હશે. સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ચોંકાવનારો વીડિયો કે ફોટો વાયરલ થતો રહે છે. પરંતુ આજે અમે તમને એક એવો વીડિયો દેખાડવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે ચોંકી જશો. આ વીડિયોમાં એક સંતરુ જોવા મળી રહ્યું છે જેને છોલ્યા બાદ તેની અંદરનો નજારો જોઈને ભલભલા ચોંકી ગયા. વીડિયો જોઈને લોકોને ભરોસો નથી થઈ રહ્યો કે આવું પણ બની શકે. આ સંતરાને છોલ્યા બાદ તેની અંદર પણ અનેક સંતરા જોવા મળી રહ્યા છે. જેની ઉપર પણ છાલ જોવા મળી રહી છે. આ જોઈને ઈન્ટરનેટ યૂઝર્સનું મગજ ચકરાવે ચડી ગયું છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિના હાથમાં સંતરુ છે. સામાન્ય રીતે જેમ લોકો સંતરા છોલતા હોય છે તેમ જ આ વ્યક્તિએ સંતરું છોલવાની કોશિશ કરી. તે પહેલા સંતરાના બે ફાડિયા કરે છે પછી ચોંકાવનારો નજારો જોવા મળે છે. જુઓ વીડિયો....

લોકો બોલ્યા પ્રેગનેન્ટ સંતરુ
તમે પણ જોઈ શકો છો કે સંતરાની અંદર બીજા સાત આઠ સંતરા જોવા મળી રહ્યા છે. જે નોર્મલ સંતરાની જેમ જ છે અને તેની ઉપર પણ છાલ ચડેલી છે. આ જોઈને સંતરું છોલનાર વ્યક્તિ પણ ચોંકી જાય છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર rising.tech નામના એકાઉન્ટથી શેર કરાયો છે. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તેને 'પ્રેગનેન્ટ સંતરુ' કહી રહ્યા છે. આ બાજુ મોટાભાગના યૂઝર્સ વીડિયો જોઈને દંગ રહી ગયા છે. વીડિયોને અત્યાર સુધીમાં અઢી મિલિયન લાઈક્સ મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news