એક સમયે જેનું કહ્યું કરતો હતો આખો દેશ આજે એનું શરીર જ કહ્યામાં નથી
પાકિસ્તાનનાં પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફની એક વિચિત્ર અને દુર્લભ પ્રકારની બિમારી થઇ છે. જેના કારણે તેમની દુબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બિમારીના કારણે તેમની કેશવાહીની (નર્વ સિસ્ટમ) પ્રભાવિત થઇર હી છે. તેમની પાર્ટીએ આ અંગે માહિતી આપી હતી. જનરલ (સેવાનિવૃત) 2016થી જ દુબઇમાં રહી રહ્યા છે. તેમના પર વર્ષ 2007માં સંવિધાનને હટાવવા અંગે દેશદ્રોહનો કેસ ચલાવાઇ રહ્યો છે. આ દંડનીય ગુના મુદ્દાની સુનવણી 2014માં ચાલુ કરવામાં આવી હતી. જો તેઓ દોષીત સાબિત થાય છે તે તેમને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી શકે છે.
Trending Photos
ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફની એક વિચિત્ર અને દુર્લભ પ્રકારની બિમારી થઇ છે. જેના કારણે તેમની દુબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બિમારીના કારણે તેમની કેશવાહીની (નર્વ સિસ્ટમ) પ્રભાવિત થઇર હી છે. તેમની પાર્ટીએ આ અંગે માહિતી આપી હતી. જનરલ (સેવાનિવૃત) 2016થી જ દુબઇમાં રહી રહ્યા છે. તેમના પર વર્ષ 2007માં સંવિધાનને હટાવવા અંગે દેશદ્રોહનો કેસ ચલાવાઇ રહ્યો છે. આ દંડનીય ગુના મુદ્દાની સુનવણી 2014માં ચાલુ કરવામાં આવી હતી. જો તેઓ દોષીત સાબિત થાય છે તે તેમને મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી શકે છે.
એમીલોયડોસિસ નામની દુર્લભ બિમારી
સેનાના પુર્વ પ્રમુખ પોતાની સારવાર માટે દુબઇ ગયા હતા અને ત્યારથી તે સુરક્ષા અને સ્વાસ્થયના કારણોથી પરત નથી પર્યા. મુશર્રફની સ્થિતી અચાનક બગડવાનાં કારણે શનિવારે રાત્રે ઇમરજન્સી સ્થિતીમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એપીએમએલ) મહાસચિવ મેહરેનો આદમ મલિકે રવિવારે આ માહિતી આપી. એપીએમએલનાં ઓવરસીઝ અધ્યક્ષ અફજાલ સિદ્દીકીએ ડાનન્યૂઝ ટીવીને જણાવ્યું કે, મુશર્રફને એમીલોયડોસિસ નામની દુર્લભ બિમારી છે અને તેની સારવાર ચાલી રહી છે.
પાર્ટી અનુસાર તેમને ડોક્ટર સંપુર્ણ રીતે સ્વસ્થ થવા સુધી સંપુર્ણ આરામ કરવાની સલાહ આપી છે. પૂર્વ રાષ્ટ્રપતિગી ગત્ત વર્ષે ઓક્ટોબરમાં આ બિમારીની અસર ચાલુ થઇ હતી. ત્યાર બાદ તેમની તાંત્રિક તંત્ર (નર્વ સિસ્ટમ) નબળું પડવા લાગ્યુંહ તું. તે સમયે લંડનમાં તેમની સારવાર ચાલી રહી હતી. સિદ્દીકીએ જણાવ્યું કે, એમીલોયડોસિસનાં કારણે શરીરના અલગ અલગ અંગોમાં પ્રોટીન જમા થાય છે. જેના કારણે તેમને ઉભા થવા અને ચાલવામાં તકલીફ પડે છે.
તેમણે કહ્યું કે, તેની સારવારમાં પાંચ છ મહિના જેટલો સમય લાગી શકે છે. સંપુર્ણ સ્વસ્થ થયા બાદ મુશર્રફનાં પાકિસ્તાન પરત ફરવાનો ઇરાદો છે. મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાનમાં રાજ કર્યું અને બેનજીર ભુટ્ટો અને લાલ મસ્જિદનાં ઇમામની હત્યા બાદ તેમને ભાગેડુ જાહેર કરી દેવાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે