પ્લેનમાં અચાનક યાત્રીઓ ઉલ્ટી કરવા લાગ્યા, બીમાર પડી ગયાં, કારણ જાણીને ચોંકી જશો

અનેક મુસાફરો બેભાન થઈ ગયા અને કેટલાય લોકોને ઉલ્ટીઓ થઈ હતી. જેના કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઈટ નેધરલેન્ડના સ્કિપલ એરપોર્ટથી ઉપડી હતી.

પ્લેનમાં અચાનક યાત્રીઓ ઉલ્ટી કરવા લાગ્યા, બીમાર પડી ગયાં, કારણ જાણીને ચોંકી જશો

આમ્સ્ટરડેમ: વિમાનમાં એક વ્યક્તિના કારણે ખુબ હોબાળો મચી ગયો જેના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. વાત જાણે એમ હતું કે વિમાનમાં કેટલાય દિવસથી ન્હાયો ન હોય એવો એક યાત્રી હતો જેના શરીરમાંથી વિચિત્ર પ્રકારની વાસ આવતી હતી. યાત્રીના શરીરની આ વાસથી અનેક મુસાફરો બેભાન થઈ ગયા અને કેટલાય લોકોને ઉલ્ટીઓ થઈ હતી. જેના કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઈટ નેધરલેન્ડના સ્કિપલ એરપોર્ટથી ઉપડી હતી.

ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ એક બેલ્જિયન મુસાફરે જણાવ્યું કે તે વ્યક્તિના શરીરમાંથી ખુબ ખરાબ દુર્ગંધ આવી રહી હતી, જાણે તે અનેક અઠવાડિયા સુધી ન્હાયો જ ન હોય. કેટલાક મુસાફરો બીમાર પડી ગયા અને કેટલાકને તો ભયંકર ઉલ્ટીઓ થવા માડી.

એરલાઈનના ક્રુએ આ વ્યક્તિને વિમાનના બાથરૂમમાં બંધ રાખવાની કોશિશ કરી અને આ દરમિયાન પાઈલટે વિમાનનો રસ્તો બદલ્યો. ત્યારબાદ વિમાનને પોર્ટુગલના ફારોમાં લેન્ડ કરાવવામાં આવ્યું અને વ્યક્તિને બોઈંગ 737થી બહાર લઈ જઈને એક બસમાં મેડિકલકર્મીઓની સાથે મોકલી દેવામાં આવ્યો.

ટ્રાંસેવિયા એરલાઈન્સે પણ મેડિકલ કારણોસર વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની વાત કબુલી. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વ્યક્તિને કોઈ સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી હતી કે નહીં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news