કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા માટે PM મોદી પહોંચ્યા લંડન, ક્વીન એલિઝાબેથ સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2018ની કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગમાં ભાગ લેવા માટે મંગળવારે યુનાઈટેડ કિંગડમ પહોંચ્યાં.

કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા માટે PM મોદી પહોંચ્યા લંડન, ક્વીન એલિઝાબેથ સાથે કરશે મુલાકાત

લંડન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2018ની કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગમાં ભાગ લેવા માટે મંગળવારે યુનાઈટેડ કિંગડમ પહોંચ્યાં. મંગળવારે મોડી રાતે લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચેલા પીએમ મોદીનું યુનાઈટેડ કિંગડમના વિદેશ મામલાના સેક્રેટરી બોરિસ જહોન્સને સ્વાગત કર્યું.

મળતી માહિતી મુજબ પીએમ મોદી સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગે વડાપ્રધાન થેરેસા મે સાથે બ્રેકફાસ્ટ કરશે. ત્યારબાદ 11 વાગે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને નવાચારના 5000 વર્ષો પર આધારિત એક પ્રદર્શનની મુલાકાત કરશે. અને પછી લિવિંગ બ્રિજ થીમ્ડ રિસેપ્શનમાં પણ ભાગ લેશે.

— ANI (@ANI) April 17, 2018

બપોરે મોદી કર્ણાટક મૂળના સંત બાસવેશ્વરાની પ્રતિમા પર પ્રાર્થના કરવા જશે. પીએમ મોદી રિસર્ચ લેબ્સની પણ મુલાકાત કરશે અને સયુંક્ત ભારત-યુનાઈટેડ કિંગડમ સમિટ ફોરમમાં ભાગ પણ લેશે, જેમાં બંને દેશોના જોઈન્ટ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી ક્વીન એલિઝાબેથ સાથે બકિંઘમ પેલેસમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ પણ લેશે. આ એક એવો કાર્યક્રમ છે જેને પહેલા ત્રણ દેશો માટે આયોજિત કરવામાં આવ્યો છે. સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગે પીએમ મોદી ભારતીય સમુદાય સાથે એક વાતચીત સત્રમાં સામેલ થશે અને ત્યારબાદ કોમનવેલ્થ હેડ્સ માટે યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન થેરેસા મે દ્વારા આયોજિત ડિનરમાં ભાગ લેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news