UNGA માં પાકિસ્તાન પર પ્રહાર, PM Modi એ કહ્યું- કેટલાક લોકો આતંકવાદને રાજકીય હથિયાર બનાવી રહ્યા છે

પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના પ્રવાસ પર છે. શુક્રવારના તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા કરી અને ત્યારબાદ QUAD સંમેલનમાં સામેલ થયા. આજે (શનિવાર) પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત (PM Modi Address In UNGA) કરી રહ્યા છે

UNGA માં પાકિસ્તાન પર પ્રહાર, PM Modi એ કહ્યું- કેટલાક લોકો આતંકવાદને રાજકીય હથિયાર બનાવી રહ્યા છે

ન્યૂયોર્ક: પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના પ્રવાસ પર છે. શુક્રવારના તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય ચર્ચા કરી અને ત્યારબાદ QUAD સંમેલનમાં સામેલ થયા. આજે (શનિવાર) પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત (PM Modi Address In UNGA) કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં પીએમ મોદીએ કહ્યું, હું તે દેશમાં રહું છું જેને 'મધર ઓફ ડેમોક્રેસી' (Mother of Democracy) કહેવામાં આવે છે. પીએમ મોદીએ કહ્યું- ભારત લોકશાહીની જનની છે.

100 વર્ષોની સૌથી મોટી મહામારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્ર (UNGA 76th Session) માં પોતાના સંબોધનની શરૂઆત અબ્દુલ્લા શાહિદને રાષ્ટ્રપતિ પદ સંભાળવા બદલ અભિનંદન આપીને કરી હતી. UNGA માં પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ 100 વર્ષોની સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આ ભયંકર મહામારીમાં જીવ ગુમાવનાર તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું અને પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.

લોકશાહીની અમારી હાજારો વર્ષોની મહાન પરંપરા
પીએમ મોદીએ કહ્યું કે, હું તે દેશનું પ્રતિનિધિત્વ કરું છું કે જેને મધર ઓફ ડેમોક્રેસીનું ગૌરવ પ્રાપ્ત છે. લોકશાહીની અમારી હજારો વર્ષોની મહાન પરંપરા રહી છે. આ 15 મી ઓગસ્ટના રોજ, ભારતે તેની આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કર્યો. આપણી વિવિધતા એ જ આમારી મજબૂત લોકશાહીની ઓળખ છે. એક એવો દેશ કે જેમાં ડઝનેક ભાષાઓ, સેંકડો બોલીઓ, રહેવાની જુદી જુદી આદતો, ખાણી-પીણી છે. આ વાઇબ્રન્ટ લોકશાહીનું ઉદાહરણ છે.

ભારતે કર્યું પહેલી ડીએનએ આધારિત વેક્સીનનું નિર્માણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂએનજીએમાં કહ્યું કે, સેવા પરમો ધર્મ: ના અંતર્ગત ભારત વેક્સીનેશન કરી રહ્યું છે. ભારતે દુનિયાની પ્રથમ ડીએનએ આધારીત વેક્સીનનું નિર્માણ કર્યું છે. સાથે જ ફરીથી વેક્સીન એક્સપોર્ટ પણ શરૂ કર્યું છે.

દુનિયામાં કટ્ટરવાદનો ખતરો વધી રહ્યો છે: પીએમ મોદી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાની સામે કટ્ટરવાદનો ખતરો વધી રહ્યો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, પ્રગતિવાદી વિચારને આગળ વધારવું જરૂરી બની ગયું છે.

પીએમ મોદીએ કર્યો આત્મનિર્ભર અભિયાનનો ઉલ્લેખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું- કોરોના મહામારીએ દુનિયાને શીખવાડ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ વિવિધતાપૂર્ણ બનાવવામાં આવે. તેથી વેશ્વિક મુલ્ય શ્રૃંખલાઓનો વિસ્તાર ખુબજ મહત્વપૂર્ણ છે. અમારું આત્મનિર્ભર ભારત અભિયાન આ ભાવનાથી પ્રેરિત છે. સ્વતંત્રતાના 75 વર્ષના અવસર પર ભારત ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા 75 ઉપગ્રહોને અંતરિક્ષમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.

આતંકવાદ માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ ના કરો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દા પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આ સુનિશ્ચિત કરવું ઘણું જરૂરી છે કે, અફઘાનિસ્તાનના વિસ્તારનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા અને આતંકવાદી ગતિવિધિઓ માટે ના થાય.

નામ લીધા વગર પાકિસ્તાન પર પીએમ મોદીનો પ્રહાર
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ તીખો પ્રહાર કરતા કહ્યું- તેમને સ્પષ્ટ શબ્દોમાં કહેજો જેઓ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે, તેમના માટે પણ ખતરો બની રહ્યો છે.

ઓશિયન રિસોર્સેસનો આપણે ઉપયોગ કરીએ દુરઉપયોગ નહીં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરતા કહ્યું- આપણા મહાસાગરો પણ આપણી સામાન્ય ધરોહર છે, તેથી આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે સમુદ્રી સંસાધનોનો ઉપયોગ કરીએ તેનો દુરુપયોગ નહીં. આપણા સમુદ્ર પણ આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. આપણે તેમને વિસ્તરણ અને બાકાતની દોડમાંથી બચાવવાના છે. તે જ સમયે, તેમણે કહ્યું, જો સંયુક્ત રાષ્ટ્રએ પોતાને સંબંધિત રાખવું હોય, તો તેણે તેની અસરકારકતામાં સુધારો કરવો પડશે, તેની વિશ્વસનીયતામાં વધારો કરવો પડશે. યુએન પર આજે ઘણા પ્રકારના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

યુએનમાં PM મોદીના અત્યાર સુધીના સંબોધન
તમને જણાવી દઇએ કે, વર્ષ 2014 માં પીએમ નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 33 મિનિટ 45 સેકન્ડનું સંબોધન કર્યું હતું. ત્યારે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી મોદીએ 19 મિનિટ 13 સેકન્ડ સુધી ભાષણ આપ્યું હતું. વર્ષ 2019 માં પીએમ મોદીએ 16 મિનિટ 38 સેકન્ડ સુધી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. વર્ષ 2020 માં પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 21 મિનિટ સુધી વર્ચ્યુઅલ માધ્યમથી ભાષણ આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news