ગ્લોબલ કોવિડ સમિટમાં બોલ્યા PM મોદી- બીજી લહેરમાં ભારતનો સાથ આપવા દુનિયા પરિવારની જેમ ઉભી રહી

પીએમ મોદીએ કહ્યુ કે, ભારત હવે વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. હાલમાં અમે એક દિવસમાં લગભગ 2.5 કરોડ લોકોને રસી લગાવી છે. 

Updated By: Sep 22, 2021, 11:24 PM IST
ગ્લોબલ કોવિડ સમિટમાં બોલ્યા PM મોદી- બીજી લહેરમાં ભારતનો સાથ આપવા દુનિયા પરિવારની જેમ ઉભી રહી

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સમિટને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં બીજી લહેર દરમિયાન ભારતને કરવામાં આવેલી મદદ અને સમર્થન માટે વિશ્વનો આભાર માન્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન તરફથી આયોજીત કોવિડ-19 શિખર સંમેલનમાં પીએમ મોદીએ કહ્યુ કે, 20 કરોડથી વધુ ભારતીયોનું સંપૂર્ણ રીતે રસીકરણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે, મહામારી એક અભૂતપૂર્વ વ્યવધાન રહી છે અને હજુ તે ખતમ થઈ નથી. દુનિયાના મોટાભાગમાં હજુ રસીકરણ થવાનું બાકી છે. તેથી રાષ્ટ્રપતિ જો બાઈડેનની આ પહેલ સામયિક અને સ્વાગત યોગ્ય છે. 

પીએમ મોદીએ કહ્યુ કે, ભારતે હંમેશા માનવતાને એક પરિવારના રૂપમાં જોઈ છે. ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે કોસ્ટ ઇફેક્ટિવ ડાયગ્નોસ્ટિક કિટ, દવાઓ, સ્વાસ્થ્ય ઉપકરણ અને પીપીઈ કિટનું ઉત્પાદન કર્યું છે. આ ઘણા વિકાસશીલ દેશોને સસ્તો વિકલ્પ પ્રદાન કરી રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં અમે અમારા વેક્સિન ઉત્પાદનને 95 અન્ય દેશો અને સંયુક્ત રાષ્ટ્રના સૈનિકો સાથે શેર કરી છે. જ્યારે અમે બીજી લહેરમાંતી પસાર થઈ રહ્યાં હતા ત્યારે એક પરિવારની જેમ દુનિયા પણ ભારતની સાથે ઉભી હતી. ભારતને આપેલા સમર્થન માટે હું તમારો આભાર માનુ છું. 

આ પણ વાંચોઃ UNSC માં તુર્કીને પાક પ્રેમ પડ્યો ભારે, ભારતે તેની દુખતી નસ પર રાખી દીધો હાથ

પીએમ મોદીએ કહ્યુ કે, ભારત હવે વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે. હાલમાં અમે એક દિવસમાં લગભગ 2.5 કરોડ લોકોને રસી લગાવી છે. અમારી પાયાના સ્તરની સ્વાસ્થ્ય સિસ્ટમે અત્યાર સુધી 800 મિનિયનથી વધુ વેક્સિનના ડોઝનું વિતરણ કર્યું છે. 200 મિલિયનથી વધુ ભારતીયોનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે. તેમણે કહ્યું કે, જેમ-જેમ નવી ભારતીય રસી વિકસિત થાય છે, અમે હાલની વેક્સિન ઉત્પાદન ક્ષમતાને વધારી રહ્યાં છીએ. જેમ જેમ અમારું ઉત્પાદન વધે છે તેમ, અમે અન્ય લોકોને પણ રસી આપવાનું ફરી શરૂ કરી શકીશું. આ માટે કાચા માલની સપ્લાય ચેઇન ખુલ્લી રાખવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube