Vatican City માં પોપ ફ્રાંસિસથી મળ્યા PM મોદી, ભારત આવવા માટે આપ્યું આમંત્રણ
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (Narendra Modi) પોતાના ઇટલી પ્રવાસ પર વેટિકન સિટી (Vatican City) માં પહોંચી ગયા છે. તે ત્યાં પોપ ફ્રાંસિસ (Pope Francis) સાથે મુલાકાત કરી રહ્યા છે. આ યાત્રામાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય રક્ષા સલાહકાર અજીત ડોવલ પણ તેમની સાથે છે.
Trending Photos
વેટિકન સિટી, વેટિકન: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (Narendra Modi) પોતાના ઇટલી પ્રવાસ પર વેટિકન સિટી (Vatican City) માં પહોંચી ગયા છે. તે ત્યાં પોપ ફ્રાંસિસ (Pope Francis) સાથે મુલાકાત કરી રહ્યા છે. આ યાત્રામાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય રક્ષા સલાહકાર અજીત ડોવલ પણ તેમની સાથે છે.
પોપ ફ્રાંસિસની સાથે પીએમ મોદીની પ્રથમ બેઠક
જાણકારોના અનુસાર પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ની પોપ ફ્રાંસિસ (Pope Francis) સાથે આ પ્રથમ મીટિંગ હતી. બંને વચ્ચે મુકાબલા માટે 20 મિનિટનો સમય નક્કી કર્યો હતો પરંતુ આ મીટિંગ લગભગ 1 કલાક સુધી ચાલી. આ દરમિયાન પીએમ મોદી અને પોપએ દુનિયામાંથી ગરીબી દૂર કરવા, ક્લાઇમેંટ ચેંજ, શાંતિ લાવવા અને ખુશહાલી વધારવા સહિતના ઘણા મુદ્દા પર ચર્ચા કરી.
પોપ ફ્રાંસિસને આપ્યું ભારત આવવાનું નિમંત્રણ
મીટિંગ દરમિયાન પીએમ મોદીએ પોપ ફ્રાંસિસ (Pope Francis) ને ભારત યાત્રા માટે આમંત્રિત કરવામાં આવ્યા. જેનો તેમણે સ્વિકાર કરી લીધો. આ પહેલાં વર્ષ 1999 માં જોન દ્રિતીયએ ભારતની યાત્રા કરી હતી. તે દરમિયાન દેશના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયી હતા. હવે પીએમ મોદીએ પોપ ફ્રાંસને નિમંત્રણ આપ્યું છે. જો 22 વર્ષોમાં અહીં આવનાર પ્રથમ પોપ બની જશે.
Prime Minister Narendra Modi met Pope Francis at the Vatican today
"Had a very warm meeting with Pope Francis. I had the opportunity to discuss a wide range of issues with him and also invited him to visit India," says PM. pic.twitter.com/CBiopLlFEV
— ANI (@ANI) October 30, 2021
G-20 માં આ મુદ્દે થશે ચર્ચા
G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રને પાટા પર લાવવા માટે ચર્ચા કરશે. રોમ પહોચતાં પ્રધાનમંત્રીનું ઇટલી સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ઇટલીમાં ભારતના રાજદૂત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. વિદેશ મંત્રાલયે આ સંબંધમાં એક નિવેદન આપી જાણકારી આપી.
Italy થી UK જશે PM Modi
ઇટલી રવાના થતાં પહેલાં PM મોદીએ કહ્યું કે તે ઇટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાક્ષીના આમંત્રણ પર 29 થી 31 ઓક્ટોબર સુધી રોમ અને વેટિકન સિટીની યાત્રા પર રહેશે. ત્યારબાદ તે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનના આમંત્રણ પર એક અને બે નવેમ્બરને બ્રિટનના ગ્લાસગોમાં રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તે રોમમાં 16મી જી 20 દેશોના ગ્રુપના શિખર સંમેલનમાં ભાગ લેશે અને ત્યારબાદ નેતાઓ સાથે મહામારીના દુષ્પ્રભાવો સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્યને પાટા પર લાવશે, સતત વિકાસ અને જલવાયુ પરિવર્તન પર ચર્ચા કરશે.
Corona બાદ પ્રથમ શિખર સંમેલન
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે કોવિડ 19 મહામારી સામે આવ્યા બાદ તે પહેલીવાર કોઇ શિખર સંમેલનમાં પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. તેમણે કહ્યું કે G-20 ની બેઠક હાલ વૈશ્વિક પરિસ્થિતિઓ અને મહામારી બાદ અર્થવ્યવસ્થાને સમાવેશી તથા સતત રીતથી મજબૂતી આપવાના ઉપાયો પર ચર્ચાની તક પુરી પાડશે. પીએમ આજે એટલે કે શનિવારે વેટિકન સિટીમાં પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે