ઇમરાન ખાનની ખુરશી સંકટમાં! સહયોગી પાર્ટીઓએ આપી સાથ છોડવાની ધમકી
ઇમરાન ખાનની સરકાર સંસદમાં બહુમત ગુમાવવા પર છે, કારણ કે ત્રણ મુખ્ય સહયોગી તેમના મંત્રીમંડળને છોડવાના છે. આ વાતની પુષ્ટિ સરકારને સમર્થન આપનારી પાર્ટીના એક નેતાએ કરી છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ભુકંપ આવેલો છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સરકાર બચશે કે નહીં, તેને લઈને સંકટના વાદળો છવાયેલા છે. જાણવા મળી રહ્યું છે કે ઇમરાન ખાનની સરકાર સંસદમાં બહુમત ગુમાવવાની સ્થિતિમાં છે, કારણ કે ત્રણ મુખ્ય સહયોગી તેના મંત્રીમંડળને છોડવાના છે. આ વાતની પુષ્ટિ સરકારનું સમર્થન કરનારી પાર્ટીના એક સર્વોચ્ચ નેતાએ કરી છે.
વોટિંગ પર સહયોગી પક્ષોનું વલણ
ચૌધરી પરવેઝ ઇલાહી, જેની પાકિસ્તાન મુસ્લિમ લીગ કાયદ પાર્ટી છે, જે નેશનલ એસેમ્બલીના નિચલા ગૃહમાં પાંચ સભ્યોની સાથે ઇમરાન ખાનના નેતૃત્વવાળી સરકારના ચાર મુખ્ય ગઠબંધનના સહયોગીઓમાંથી એક છે, તેણે આ મહિનાના અંતમાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે થનારા વોટિંગમાં વિપક્ષી સમૂહોને પોતાનું સમર્થન આપવા માટે હા પાડી દીધી છે. તેનો ખુલાસો ચૌધરી પરવેઝ ઇલાહીએ એક પાકિસ્તાની ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો છે.
100 ટકા મુશ્કેલીમાં ઇમરાનઃ ચૌધરી પરવેઝ ઇલાહી
ચૌધરી પરવેઝ ઇલાહીએ કહ્યુ- હવે તે ઇમરાન ખાન પર છે કે તે વ્યક્તિગત રૂપથી પોતાના સહયોગી દળોનો સંપર્ક કરે અને તેમને ગઠબંધન સરકારમાં બન્યા રહેવા માટે મનાવે, બાકી 100 ટકા મુશ્કેલીમાં છે. વિપક્ષી દળોએ નેશનલ એસેમ્બલીના સ્પીકરને ઇમરાન ખાન પર અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિના ખોટા મેનેજમેન્ટનો આરોપ લગાવતા તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કહ્યું છે. તો કેટલાક સરકારી મંત્રીઓનું કહેવું છે કે ગૃહના સભ્યો પ્રસ્તાવ પર 28-30 માર્ચ વચ્ચે વોટિંગ કરી શકે છે.
સહયોગી પાર્ટીઓ સંયુક્ત નિર્ણય લેશે
ચૌધરી પરવેઝ ઇલાહીએ કહ્યુ કે, સહયોગી પાર્ટીઓ પાંચ સીટોવાળી બલૂચિસ્તાન અવામી પાર્ટી અને સાત સભ્યોની સાથે મુત્તાહિદા કૌમી મૂવમેન્ટે વિપક્ષને સમર્થન કરવા કે સરકારમાં બન્યા રહેવા પર એક સંયુક્ત નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. તેવામાં સરકારની સહયોગી પાર્ટીઓના 17 સભ્યોની સંયુક્ત સંખ્યા નેશનલ એસેમ્બલીમાં ઇમરાન ખાનના બહુમતને સમાપ્ત કરવા માટે પર્યાપ્ત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે