ભવ્ય સ્વાગત વચ્ચે ઇટલીના પ્રધાનમંત્રીને મળ્યા PM મોદી, આજે પોપ ફ્રાંસિસ સાથે થશે મુલાકાત
G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રને પાટા પર લાવવા માટે ચર્ચા કરશે. રોમ પહોચતાં પ્રધાનમંત્રીનું ઇટલી સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ઇટલીમાં ભારતના રાજદૂત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
Trending Photos
રોમ: G-20 શિખર સંમેલનમાં સામેલ થવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) નું ભવ્ય સ્વાગત થયું. દરમિયાન પીએમ મોદીએ ઇટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાઘી (Mario Draghi) સાથે મુલાકાત કરી. આ પહેલાં પ્રધાનમંત્રી દ્રાઘીએ રોમના પલ્લાઝ્ઝો ચિગીમાં PM મોદીએ નેતૃત્વ કર્યું. પીએમ મોદીએ ત્યાં ગાર્ડ ઓફ ઓનરા આપ્યું છે. બંને નેતાઓએ બેઠક દરમિયાન દ્રિપક્ષીય અને પરસ્પર હિતોના મુદ્દા પર ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદી આજે (શનિવારે) વેટિકન સિટીમાં પોપ ફ્રાંસિસ સાથે પણ મુલાકાત કરશે.
G-20 માં આ મુદ્દે થશે ચર્ચા
G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રને પાટા પર લાવવા માટે ચર્ચા કરશે. રોમ પહોચતાં પ્રધાનમંત્રીનું ઇટલી સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ઇટલીમાં ભારતના રાજદૂત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. વિદેશ મંત્રાલયે આ સંબંધમાં એક નિવેદન આપી જાણકારી આપી.
Rome: Prime Minister Narendra Modi meets Italian Prime Minister Mario Draghi at Palazzo Chigi. pic.twitter.com/lKAIa3tYR2
— ANI (@ANI) October 29, 2021
Italy થી UK જશે PM Modi
ઇટલી રવાના થતાં પહેલાં PM મોદીએ કહ્યું કે તે ઇટલીના પ્રધાનમંત્રી મારિયો દ્રાક્ષીના આમંત્રણ પર 29 થી 31 ઓક્ટોબર સુધી રોમ અને વેટિકન સિટીની યાત્રા પર રહેશે. ત્યારબાદ તે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનના આમંત્રણ પર એક અને બે નવેમ્બરને બ્રિટનના ગ્લાસગોમાં રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તે રોમમાં 16મી જી 20 દેશોના ગ્રુપના શિખર સંમેલનમાં ભાગ લેશે અને ત્યારબાદ નેતાઓ સાથે મહામારીના દુષ્પ્રભાવો સાથે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્યને પાટા પર લાવશે, સતત વિકાસ અને જલવાયુ પરિવર્તન પર ચર્ચા કરશે.
Corona બાદ પ્રથમ શિખર સંમેલન
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે કોવિડ 19 મહામારી સામે આવ્યા બાદ તે પહેલીવાર કોઇ શિખર સંમેલનમાં પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. તેમણે કહ્યું કે G-20 ની બેઠક હાલ વૈશ્વિક પરિસ્થિતિઓ અને મહામારી બાદ અર્થવ્યવસ્થાને સમાવેશી તથા સતત રીતથી મજબૂતી આપવાના ઉપાયો પર ચર્ચાની તક પુરી પાડશે. પીએમ આજે એટલે કે શનિવારે વેટિકન સિટીમાં પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે