Pakistan: મોટા ભાઈના પગમાં પડી ગયા પાકિસ્તાનના પ્રધાનમંત્રી, લંડનમાં બંને વચ્ચે થઈ મુલાકાત

Shehbaz Sharif Met Nawaz Sharif: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આજે લંડનમાં પોતાના મોટા ભાઈ નવાઝ શરીફ સાથે મુલાકાત કરી છે. 

Pakistan: મોટા ભાઈના પગમાં પડી ગયા પાકિસ્તાનના પ્રધાનમંત્રી, લંડનમાં બંને વચ્ચે થઈ મુલાકાત

લંડનઃ પાકિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ શાહબાઝ શરીફ આજે લંડન પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના મોટા ભાઈ નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શાહબાઝ શરીફ મોટા ભાઈ નવાઝના પગે પણ પડ્યા હતા. 

પ્રધાનમંત્રી બન્યા બાદ આજે શાહબાઝ શરીફ પ્રતિનિધિમંડળની સાથે સવારે લંડનના ગૈટવિક એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમણે પાછલી રાત્રે ઇસ્લામાબાદથી લંડન માટે ઉડાન ભરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર નવાઝે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા પર પાર્ટી નેતૃત્વ સાથે ચર્ચા કરવી ચે, જેના પર તેમને વાંધો છે અને પીએમએલ-એનને એક મોટો નિર્ણય કરવાની આશા છે. આ કારણે તેમણે ઓનલાઇન બેઠકના પ્રસ્તાવને નકારી દીધો હતો.

મંત્રીઓ સાથે લંડન પહોંચ્યા પ્રધાનમંત્રી
પોતાના ભાઈ સાથે મુલાકાત પહેલાં લંડનમાં મીડિયા સાથે વાત કરતા નવાઝ શરીફે કહ્યુ કે, તે શાહબાઝ અને તેની સાથે અન્ય લોકોને મળવા માટે ઉત્સુક છે. જિયો ન્યૂઝ પ્રમાણે શાહબાઝ શરીફની સાથે અહસાન ઇકબાલ, મરિયમ ઔરંગઝેબ, ખ્વાજા સાદ રફીક, ખ્વાજા આસિફ અને ખુર્રમ દસ્તગીત સહિત ઘણા મંત્રી પહોંચ્યા છે. 

નવાઝ શરીફે કહ્યુ હતુ કે પીટીઆઈ સરકારે પાકિસ્તાનને ગંભીર આર્થિક સંકટમાં મુકી દીધુ છે. 

શું પાકિસ્તાનમાં વહેલી ચૂંટણી થશે
પાકિસ્તાનની વર્તમાન નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ જુલાઈ 2023માં સમાપ્ત થવાનો છે. પરંતુ ઇમરાન ખાનની સરકાર વહેલી ચૂંટણીની માંગ કરી રહી છે, બીજી તરફ નેશનલ એસેમ્બલીમાં શાહબાઝની સ્થિતિ પણ મજબૂત નથી. તેવામાં શાહબાઝ પીએમ પદે રહેતા ચૂંટણી કરાવવા ઈચ્છે છે. એટલે તેવી શક્યતા છે કે પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ચૂંટણી યોજાઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news